Aapnu Gujarat
ગુજરાત

નકલી આધારકાર્ડ, પાસપોર્ટ બનાવનાર બે શખ્સ ઝડપાયા

શહેરના વટવા વિસ્તારમાં નકલી આધાર કાર્ડ અને પાસપોર્ટ બનાવતા બે બાંગ્લાદેશીની અમદાવાદ એસઓજીની ટીમે ધરપકડ કરી છે. પોલીસે તેઓ પાસેથી નકલી પાસપોર્ટ, આધારકાર્ડ, લેપટોપ અને પ્રિન્ટર સહિતનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓ સાથે અન્ય કોણ કોણ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલું છે અને તેમણે અત્યારસુધીમાં કયા કયા અને કેટલા આવા બોગસ દસ્તાવેજો બનાવ્યા છે તે સહિતના મુદ્દાઓ પર સઘન અને ઝીણવટભરી તપાસ આરંભી છે.એસઓજી પોલીસના દરોડા અને બે બાંગ્લાદેશીઓની ધરપકડને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરના વટવા વિસ્તારમાં આવેલી સૌકતપાર્ક સોસાયટીમાં નકલી આધારકાર્ડ અને પાસપોર્ટ બનાવવામા આવે છે તેવી બાતમી એસઓજીની ટીમને મળતાં અધિકારીઓએ સ્ટાફના કાફલા સાથે ભારે ગુપ્તતા સાથે અચાનક દરોડા પાડ્‌યા હતા. પોલીસે ઘરમાંથી મોહંમદ અમીન ખાન (ઉ.વ.૨૪, રહે.મૂળ, ઢાંકા, બાંગ્લાદેશ) અને યાસીન પાડા (ઉ.વ.૨૬, રહે. મૂળ સોરીયતપુર, બાંગ્લાદેશ)ને ઝડપી પાડ્‌યા હતા. પોલીસને તેઓની પાસેથી અમદાવાદના સરનામાના છ અને મુંબઈના એક મળી સાત પાસપોર્ટ મળ્યા હતા. અલગ અલગ આધારકાર્ડ પણ મળી આવ્યા હતા.બંનેની પૂછપરછ કરતા તેઓ બાંગ્લાદેશથી આવી ગેરકાયદેસર રીતે રહેતા હતા અને વાપીના રફીકભાઈ અને કુલદીપ દુબેની મદદથી બીજા બાંગ્લાદેશી નાગરિકોના ભારતીય ડોક્યુમેન્ટ બનાવતા હતા. બંને આરોપીઓની પૂછપરછના આધારે પોલીસે હવે વાપીના આ બંને શખ્સોને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં, આરોપીઓના આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે અને અત્યારસુધીમાં આ પ્રકારે કેટલા બોગસ દસ્તાવેજો બનાવ્યા તે સહિતના મુદ્દાઓની ઝીણવટભરી તપાસ આંરભી છે.

Related posts

दक्षिण गुजरात में सबसे ज्यादा ८९.३९% बारिश

aapnugujarat

साध्वी की जमानत के मुद्दे पर गंभीर सवाल खड़े किए

aapnugujarat

अहमदाबाद शहर में भी बारिश का माहौल जारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1