Aapnu Gujarat
ગુજરાત

રવિવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સતત બીજા વર્ષે એમજી વડોદરા મેરેથોનને પ્રસ્થાન કરાવશે

રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દેશવિદેશમાં નામાંકિત બની ગયેલી અને સાતમી વાર યોજાઇ રહેલી એમજી વડોદરા મેરેથોનને સતત બીજા વર્ષે પ્રસ્થાન કરાવશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ વડોદરા મેરેથોનને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. સન ૨૦૧૩માં આ મેરેથોન કેવડીયા ખાતે નિર્માણાધીન વિરાટકાય સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનીટી સાથે દેશના લોકોને જોડવા માટે યોજવામાં આવેલી દેશવ્યાપી રન ફોર યુનીટીનો ભાગ બની હતી. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ આ મેરેથોનને પ્રસ્થાન કરાવી ચૂક્યા છે. રવિવાર તા.૭મી જાન્યુઆરી, ૨૦૧૮ની સવારના ૦૭:૦૦ વાગે મુખ્યમંત્રીશ્રી દિવ્યાંગ દોડવીરોને નવલખી મેદાન ખાતે પ્રસ્થાન કરાવીને, આ મેરેથોનનો વિધિવત પ્રારંભ કરાવશે. તે અગાઉ સવારના ૦૫:૪૫ કલાકથી મેરેથોનની વિવિધ શ્રેણીઓમાં ભાગ લઇ રહેલા દોડવીરોને ખેલ રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ પ્રોત્સાહિત કરશે.

એલેમ્બીક સમર્થિત સાતમી વડોદરા મેરેથોનને ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે અને જાણે કે સમગ્ર વડોદરા આ ઇવેન્ટનો થનગનાટ અનુભવી રહ્યું છે એવી લાગણી વ્યક્ત કરતા, સમગ્ર આયોજનના સુકાની તેજલ અમીને જણાવ્યુ હતું કે મેરેથોનની વિવિધ શ્રેણીઓમાં દોડવા માટે ૮૭,૮૪૬ જેટલી વિક્રમ જનક નામ નોંધણી થઇ છે અને એથ્લેટીક્સ માટે જાણીતા કેન્યા, ઇથોપીયા અને નાઇજીરીયાના ૯૦ જેટલા વિદેશી દોડવીરો ઉપરાંત ૪૨ કિમીની ફૂલ મેરેથોન કેટેગરીમાં ૬૩ જેટલી મહિલાઓ દોડવાની પ્રસંશનીય અને પ્રેરક તત્પરતા બતાવી છે.

વડોદરા મેરેથોનનો મુખ્ય આશય લોક સમુદાયમાં આરોગ્ય અને સ્વસ્થતાની ખાત્રી માટે દોડ અને વ્યાયામની જાગ્રતિ સ્થાપિત કરવાનો છે એવી જાણકારી આપતાં તેજલબહેને જણાવ્યું કે તેની સાથે સ્વચ્છતા રન ધ્વારા પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહિત કરવા ઉપરાંત દિવ્યાંગ કલ્યાણને વેગ આપવો, એનજીઓઝની સાથે સામાજિક પીઠબળ જોડવા સહિતના વિવિધ સેવાકીય આશયો પણ સાકાર કર્યા છે. વડોદરા મેરેથોનને વિશ્વની કેટલીક શ્રેષ્ઠ રન્સ માટે ક્વોલીફાઇંગ રનનો ગૌરવભર્યા દરજ્જો મળ્યો છે. લોકો માટે, લોકો થકી અને લોકો ધ્વારા યોજાતી લોક દોડએ વડોદરા મેરેથોનની વિશેષતા છે.

આજે વડોદરા મેરેથોનની જાગૃતિ કેળવતા વિશેષ સનેડાનું વિમોચન કરવાની સાથે તેના લેખક કેતન પટેલ, ગાયક-સંગીત નિર્દેશક સનત પંડ્યા, વત્સલા પાટીલ અને ટીમનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ. વિવિધ કેટેગરીઝના સ્પોન્સર્સનું સન્માન કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે એથ્લેટીક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા આ મેરેથોન સાથે સંકળાયુ છે.

Related posts

૨૦ ઓક્ટોબર બાદ સપ્તાહમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની વકી

aapnugujarat

सूरत में अवैध कॉल सेंटर का पर्दाफाश

aapnugujarat

‘વંચિતોનો વિકાસ’ એ જ અમારો ધ્યેય મંત્ર : સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1