Aapnu Gujarat
ગુજરાત

૨૦ ઓક્ટોબર બાદ સપ્તાહમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની વકી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ૨૦મી ઓક્ટોબર પછી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ૨૦ ઓક્ટોબર પછી અઠવાડિયાની અંદર જ ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે. ડેપ્યુટી ઇલેક્શન કમિશનર ૧૬થી ૨૦મી ઓક્ટોબરથી ગુજરાતની મુલાકાતે છે. જિલ્લા સ્તરે ચૂંટણીની તૈયારીને આખરી સમીક્ષાનો આરંભ થયો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર ૨૬મી સપ્ટેમ્બર ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. ૨૦૧૭માં ૨૫મી ઓક્ટોબરે ચૂંટણી જાહેર થઈ હતી. ૨૦૧૭માં ૧૩ અને ૧૭ ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું.
ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા કુલદીપસિંહ રાઉલજીના કારણે હવે કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ૪ વખત ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા ખુમાનસિંહ ચૌહાણે કુલદીપસિંહ રાઉલજી સામે બાયો ચડાવી છે. તમને જણાવી દઈએ કે, ખુમાનસિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. હવે તેમણે વિરોધ નોંધવતા સમગ્ર વિસ્તારમાં રાજકીય હડકંપ સર્જાયો છે. તેમણે કહ્યું કે, હું જ સાવલી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસનો ઉમેદવાર છું. તેમણે એમ પણ કહ્યું કે, હું કોંગ્રેસમાંથી લડીશ અને જીતીશ. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા કુલદીપસિંહ રાઉલજીને ટિકિટ આપી તો કોંગ્રેસની કારમી હાર થશે. ૧૦ વર્ષથી ભાજપમાં રહેલા કુલદીપસિંહ રાઉલજીએ ભાજપ મોવડી પાસે ટિકિટ માંગી હતી પણ ટિકિટ ન મળવાના એંધાણ મળતા જ કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે ૨૦૧૭માં ખુમાનસિંહને કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ એન.સી.પીમાં જોડાયા હતા અને ચૂંટણી હાર્યા હતા. આમ કોંગ્રેસમાં ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ખુમાનસિંહે કહ્યું કે, માની લો કે કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાંથી ટીકિટ મળે અને જીતે તો પણ ૪ મહિના પછી ભાજપમાં જોડાઈ જશે. કોંગ્રેસમાંથી ભાજપમાં જતા ધારાસભ્યોની માફક કુલદીપસિંહ મામલે પણ ખુમાનસિંહએ શંકા વ્યક્ત કરી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ પક્ષપલટાની સિઝન પણ પૂર જોશમાં ચાલી રહી છે. ભાજપે હર્ષ રિબડિયાને પોતાની પાર્ટીમાં લઈને કોંગ્રેસને ઝટકો આપ્યો હતો. તો આજે કોંગ્રેસે વળતો પ્રહાર કરતા વડોદરા ભાજપના આગેવાન કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાં જોડ્યા છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.આ અવસરે પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા.

Related posts

રાજપીપળા ખાતે ગાંધી જયંતિની ઉજવણી : સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેકટર આર.એસ.નિનામા સહિતના મહાનુભાવોએ અર્પેલી સુતરાંજલિ

aapnugujarat

ભાવનગરને હરિયાળું બનાવવાનો “સંત નિરંકારી મિશન”નો પ્રયાસ

editor

खोखरा क्षेत्र में डॉक्टर के घर से ७.६७ लाख के माल सामान की चोरी हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1