Aapnu Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભામાં મતદારોની સંખ્‍યા કુલ ૧૧,૨૫,૯૬૪ થઇ

તા.૦૧/૦૧/૨૦૧૭ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૨૫/૦૯/૨૦૧૭ ના રોજ પ્રસિધ્‍ધ કરવામાં આવેલી મતદાર યાદી બાબતે ભરૂચ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રી સંદિપ સાગલેના અધ્‍યક્ષસ્‍થાને કલેક્‍ટર કચેરી – ભરૂચના સભાખંડમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રી સંદિપ સાગલેએ જણાવ્‍યું હતું કે, વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી – ૨૦૧૭ માં ઉપયોગમાં લેવામાં આવનાર નાગરિકનું નામ નોંધાયા વિના રહી ન જાય તે માટે ભારતના ચૂંટણી આયોગ મુજબ ખાસ સંક્ષિપ્‍ત સુધારણાનું આયોજન ૧ લી જુલાઇ થી ૩૧ મી જુલાઇ દરમ્‍યાન કરવામાં આવેલ. જેમાં નામ નોંધવા, કમી કરવા, સુધારો કરવા માટેની અરજીઓ સ્‍વીકારવામાં આવેલ હતી. મતદારયાદીની ખાસ ઝુંબેશ દરમિયાન જિલ્લામાં કુલ ૧૪૧૦૭ નવા નામો ઉમેરાયા છે. જેમાં ૧૮ થી ૧૯ વર્ષના વયજૂથના કુલ ૭૯૦૨ અને ૨૦ થી ૨૯ વયજૂથના કુલ ૭૨૯૭ મતદારોનો વધારો થયેલ છે. જેમાંસ્ત્રીઓની સંર્ખમાં ૮૫૪૬ નો વધારો થયેલ છે. આમ જિલ્લામાં કુલ પુરૂષ મતદારો ૫,૮૨,૨૩૭ તથાસ્ત્રી મતદારો ૫૪૩૭૦૩ મળી કુલ મતદારો ૧૧,૨૫,૯૬૪ નોંધાયેલ છે. તેમણે કહ્‍યું હતું કે, જિલ્લાનો જેન્‍ડર રેશિયો ૯૨૮ નો હતો તેમાં વધારો થતાં ૯૩૪ થયેલ છે. અને વસ્‍તીના પ્રમાણમાં નોંધાયેલ મતદારોની સંખ્‍યા(ઇ.પી. રેશિયો) ૬૪.૩૦ હતો તેમાં વધારો થતાં જિલ્લાનો ઇ.પી. રેશિયો ૬૫.૧૧ થયેલ છે. ૧૮-૧૯ વયજૂથમાં અગાઉ ૨૫૧૯૨ મતદારો હતા જે વધીને ૩૩૦૯૪ થયેલ છે. ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં યુવા મતદારો અને મહિલા મતદારોની નોંધણી બાબતે વિશેષ ભાર મુકવામાં આવેલ જેના સારા પરિણામ જોવા મળેલ છે.

કલેક્‍ટરશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી – ૨૦૧૭ અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર ધ્‍વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતના ચૂંટણી આયોગ ધ્‍વારા આગામી વિધાનસભા સામાન્‍ય ચૂંટણી – ૨૦૧૭ માં સમગ્ર ગુજરાત રાજ્‍યમાં પ્રથમવાર ઇ.વી.એમ. સાથે વીવીપેટનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જે અન્‍વયે ભરૂચ જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર ઇવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી તંત્ર ધ્‍વારા પ્રજામાં ચૂંટણી અંગેની જાગૃતિ કેળવાય અને વધુ લોકો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ઇવીએમ સાથે મતદાન અને વીવીપેટનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિશેષ જાણકારી લોકોને અપાશે. આ માટે મિડીયાકર્મીઓ પણ જરૂરી સહકાર આપે. જિલ્લાના મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો બિનચૂક ઉપયોગ કરે તેવી નમ્ર અપીલ કરી હતી.

પત્રકાર પરિષદમાં ઇવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કેવી રીતે કરવો તેની નિદર્શન સાથે જાણકારી આપવામાં આવી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ચૌહાણે મતદાર સુધારણા અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી અને વીવીપેટ મશીનની જાણકારી આપતા વધુમાં જણાવ્‍યું હતું કે, વીવીપેટ મશીન ધ્‍વારા મતદાર પોતે કોને મત આપ્‍યો છે તે જોઇ શકશે, બેલેટ યુનિટમાં વોટ આપ્‍યા પછી સ્‍ક્રીન ઉપર સાત સેકન્‍ડ સુધી મતદારે જેને વોટ આપ્‍યો તે ઉમેદવારનું નામ, ચિન્‍હવાળી સ્‍લીપ જોઇ શકાશે ત્‍યારબાદ સ્‍લીપ કટ થઇને નીચે મશીનમાં આવેલ ડ્રોપબોક્ષમાં જતી રહેશે આમ મતદારને મતની ખાત્રી થઇ જશે. પત્રકાર પરિષદમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દવે સહિત ચૂંટણી શાખાના અધિકારી/કર્મચારીઓ અને પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનિક મિડીયાના કર્મીઓ ઉપસ્‍થિત રહ્‍યા હતા.

Related posts

ગાંધીનગરમાં પેપર લીક મામલે કોંગ્રેસનો હોબાળો, સરકારની મિલીભગતથી પેપર ફૂટ્યા- અમિત ચાવડા

aapnugujarat

મતદાન દરમિયાન અમદાવાદથી સૌથી વધુ ફરિયાદ મળી,રાજ્યનાં મુખ્ય ચૂંટણી કમિશ્નરે માહિતી આપી

aapnugujarat

ઇકબાલગઢ ખાતે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત “ટેલી-લૉ” જાગૃતિ કેમ્પ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1