Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં પેપર લીક મામલે કોંગ્રેસનો હોબાળો, સરકારની મિલીભગતથી પેપર ફૂટ્યા- અમિત ચાવડા

ગાંધીનગરમાં વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થતા કોંગ્રેસે દેખાવ કર્યા હતા. ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર પેપર લીક મામલે પ્રહાર કર્યા હતા.

અમિત ચાવડાએ કહ્યુ કે, સરકારની મિલી ભગતથી વારંવાર પેપર ફૂટે છે. ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનાવે છે. પેપર લીક મામલે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે.

વિધાનસભા ઘેરાવ પહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અમિત ચાવડાએ વધુમાં કહ્યુ કે ગાંધીનગર આવેલા લોકોને રોકવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઇ હતી.

મહત્વપૂર્ણ છે કે 27 માર્ચે યોજાયેલી વન રક્ષકની પરીક્ષાનું પેપર મહેસાણાના ઉનાવા કેન્દ્ર પરથી લીક થયુ હતુ. મહેસાણા પોલીસે આ મામલે 8 લોકો વિરૂદ્ધ પેપર લીકનો કેસ દાખલ કર્યો છે. પોલીસે એક શિક્ષક અને એક સ્કૂલના પટાવાળાની અટકાયત કરી છે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડના 334 પદો પર રવિવારે યોજાયેલી પરીક્ષામાં આશરે 4.97 લાખ ઉમેદવાર સામેલ થયા હતા. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યુ છે.

Related posts

ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભામાં મતદારોની સંખ્‍યા કુલ ૧૧,૨૫,૯૬૪ થઇ

aapnugujarat

પાવીજેતપુરમાં કોરોના વાયરસના પગલે ફરીથી આખા ગામમાં બીજા તબક્કામાં સેનિટાઈઝેસનની કામગીરી કરવામાં આવી..

editor

હિંમતનગર યુ.જી.વી.સી.એલ કર્મચારીઓએ સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1