Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર યુ.જી.વી.સી.એલ કર્મચારીઓએ સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

સાબરકાંઠા જિલ્લાની મુખ્ય કચેરી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હિંમતનગર દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરને કર્મચારીઓની પડતર માંગણીઓને લઈ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જે માંગણીઓ કરવામાં આવી હતી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને સંલગ્ન સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા ૫૫,૦૦૦થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ સામૂહિક લાભો જેવાકે સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચઆરએ અને એલાઉન્સ એપ્રિલ- ૨૦૧૬થી ચૂકવી આપવા જીએસો-૦૪ મુજબ સ્ટાફ મંજૂર કરી તાત્કાલિક ભરતી કરવી હાલની મેડિકલ સુવિધા સુધારવી, હક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન-ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કમૅચારીઓને પ્રમોશન આપવા, ટેકનીકલ કમૅચારીઓને જોખમી કામગીરી સામે રિસ્ક એલાઉન્સ આપવું તે સહિત અનેક માંગણી તારીખ ૦૭/૦૯/૨૦૧ા્‌થી કરવામાં આવેલ હતી. છેલ્લાં બે વર્ષથી વધુ અમલથી કોઈ સકારાત્મક નિરાકરણ નહીં આવતા આખરે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘો અને જીઇબી એન્જિનિયર એસોસિએશન દ્વારા લડત કરવાની નોટીસ તારીખ ૨૧/૧૦/૨૦૧૯ઃથી આપવામાં આવેલ પરંતુ નિયત કરેલ સમયમર્યાનમાં મેનેજમેન્ટ તરફથી કોઈ મિટિંગ કે ચર્ચા નહીં થતાં આખરે નિર્ધારિત આંદોલન કાર્યક્રમ યોજી માંગણીઓ અન્વયે અધિકારીઓ તથા કર્મચારી મિત્રો દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વધુમાં પડતર માંગણીઓને લઈ સરકાર અને તંત્ર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને તેની તાત્કાલિક અમલવારી કરવામાં નહીં આવે તો આગામી તારીખ ૧૪/૧૧/૨૦૧૯ ના રોજ ગુજરાત તમામ ડિસ્કોપ, પાવર સ્ટેશન અને જેટકોના કર્મચારીઓ અને અધિકારીઓ સામૂહિક રજા ( માસ સી.એલ ) ઉપર રહી પોતાનો વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ગ્રીનસીટીની ગુલબાંગો વચ્ચે ૫૮૪૦ વૃક્ષો દુર કરી દેવાયા

aapnugujarat

ગુજરાતમાં ૫ હજારથી વધુ લોકોએ ગેસ સબસિડી પરત માંગી

aapnugujarat

જીએસટી બાદ રાજ્યની આવકમાં ઘટાડો..!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1