Aapnu Gujarat
ગુજરાત

જીએસટી બાદ રાજ્યની આવકમાં ઘટાડો..!

જીએસટીના અમલ બાદ રાજ્યની આવકમાં રૂા.૬૩૩ કરોડનો ઘટાડો નોંધાયો છે. જીએસટીના અમલ બાદ ગુજરાતમાં જીએસટી હેઠળ આવરી લેવામાં આવતી આવકમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર, પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જે ચીજવસ્તુઓને જીએસટી હેઠળ આવરી લેવામાં આવે છે તેવી વસ્તુઓમાંથી આવતી જીએસટીની રકમ ૧૩.૮ ટકાનો ઘટાડો થયો છે. જયારે જીએસટી હેઠળ આવરી ન લેવાતી હોય તેવી એટલે કે પેટ્રોલ-ડીઝલમાંથી આવકમાં વધારો થયો છે. તેથી બન્નેને ભેગો કરીને ગણીએ તો રાજ્યની આવકમાં ૪.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે સોમવારે ૧૫માં નાણાપંચ સમક્ષ જીએસટીના અમલને કારણે આવક ઘટી રહી હોવાની ચિંતા વ્યકત કરી હતી. આ સંદર્ભે રાજ્ય સરકારના કોમશિર્યલ ટેકસ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગયા વર્ષે એપ્રિલથી જૂન ૨૦૧૭ના સમયગાળામાં તે વખતે લાગુ વેટની આવકને ગણતરીમાં લઈએ તો રૂા.૮,૯૫૮ કરોડ થઈ હતી. આની સરખામણીમાં આ વર્ષે એપ્રિલથી જૂનમાં જીએસટી આવક રૂા.૭,૭૨૦ કરોડ થઈ છે, જે ૧૩.૮ ટકાનો ઘટાડો દશાર્વે છે.
ગુજરાત સરકારને જીએસટીના અમલ બાદ થતી આવક એસજીએસટી, આઈજીએસટી સેટલમેન્ટ અને પેટ્રોલ ડીઝલ પરના વેટના સ્વરૂપમાં થાય છે. જૂનથી એપ્રિલ ૨૦૧૭ના સમયગાળામાં પેટ્રોલ ડીઝલમાંથી રૂા.૪,૯૪૩ કરોડની આવક થઈ હતી, જે ૨૦૧૮માં સમાન કવાર્ટરમાં રૂા.૫,૫૪૯ કરોડ થઈ છે. રાજ્યની કુલ કરની આવકની વાત કરીએ તો એપ્રિલથી જૂન ૨૦૧૭ના સમયગાળામાં કુલ રૂા.૧૩,૯૦૨ કરોડ આવક મેળવી હતી. જયારે ૨૦૧૮ના સમાન કવાર્ટરમાં જીએસટીના અમલ બાદ કુલ આવક રૂા.૧૩,૨૬૯ કરોડ થઈ છે, જે કુલ સાડા ચાર ટકાનો ઘટાડો બતાવે છે.

Related posts

સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ એટલે સમરસ છાત્રાલય : ઇશ્વર પરમાર

aapnugujarat

बीमा नहीं उनको केंद्र के नियम अनुसार सहायता होगी : मुख्यमंत्री

aapnugujarat

અમદાવાદમાં ૧૧ વર્ષની સગીરા પર હોટલના વેઈટરે દુષ્કર્મ આચર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1