Aapnu Gujarat
Uncategorized

મોટાભાઈએ કરી નાનાભાઈની હત્યા

માંગરોળ તાલુકાના દિવાસા ગામની સીમમાં રહેતા યુવાનને તેના ભાભી સાથે આડો સંબંધ હતો. આ મનદુઃખના કારણે સોમવારે રાત્રે મોટા ભાઈએ સગા નાના ભાઈને માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી લાશને કુવામાં ફેંકી દીધી હતી. સવારે કુવામાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે મૃતકના ભાઈ તથા ભાભી સામે ફરિયાદ થતા શીલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માંગરોળ તાલુકાના શીલ તાબેના દિવાસા ગામની સીમમાં રહેતા પ્રવિણભાઈ દેવરાજભાઈ ડાકી તથા તેના ભાઈ રામભાઈ ઉર્ફે મનાભાઈ દેવરાજભાઈ ડાકી સાથે રહેતા હતા. જેમાં પ્રવિણ ડાકીને તેના ભાભી રાણીબેન સાથે આડો સંબંધ હતો. આ મુદ્દે પ્રવિણ ડાકી અને તેના મોટા ભાઈ રામભાઈ ઉર્ફે મનાભાઈ વચ્ચે મનદુઃખ ચાલતું હતું. ગત રાત્રીના સાડા નવ વાગ્યા આસપાસ બંને ભાઈ વચ્ચે આ મામલે ઝઘડો થયો હતો અને મોટાભાઈ રામ ઉર્ફે મનાભાઈ દેવરાજભાઈ ડાકીએ ઉશ્કેરાઈ જઈ નાનાભાઈ પ્રવિણ ડાકીને માથામાં કુહાડીના બે ઘા ઝીંકી દીધા હતા.
ગંભીર ઈજાના લીધે પ્રવિણનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાદમાં તેની લાશને કુવામાં ફેંકી દીધી હતી. અને જાણે કંઈ બન્યું જ ન હોય તેવો દેખાવ કર્યો હતો. સવારે પ્રવિણ ડાકીનો કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતા શીલ પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રવિણ ડાકીના માથામાં કુહાડીથી ઈજા થયાના નિશાન જોવા મળ્યા હતા. બનાવ અંગે મૃતક પ્રવિણ ડાકીના પત્ની હીરલબેને પોતાના જેઠ રામભાઈ ઉર્ફે મનાભાઈ દેવરાજભાઈ ડાકી તથા જેઠાણી રાણીબેન રામભાઈ ડાકી સામે ફરિયાદ કરતા શીલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

मैच खत्म करना कप्तान कोहली से सीखा है : अय्यर

aapnugujarat

હાર્દિક અને મેવાણીથી મોદી, શાહ ભયભીત થયા : કન્હૈયા

aapnugujarat

महिला कॉर्पोरेटर ने डॉक्टर को मारा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1