Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ૧૧ વર્ષની સગીરા પર હોટલના વેઈટરે દુષ્કર્મ આચર્યું

૧૧ વર્ષની સગીરા સાથે ત્રણથી ચાર વખત દુષ્કર્મ ગુજારવાની ઘટના બની છે. સગીરા પર દુષ્કર્મ ગુજારનાર હોટલ વેઈટરની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સગીરાનુ મોઢું દબાવી તેની સાથે જબરજસ્તી કરી હતી. સાથે જ સગીરા સ્કૂલે જતી હોય તે સમયે પણ તેનો પીછો કરી પરેશાન કરતો હતો. જે અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.
બોડકદેવ પોલીસની કસ્ટડીમાં આવેલા આરોપીનું નામ પ્રવેશ દિવાકર છે. જે ૨૨ વર્ષની ઉંમરનો છે અને હોટલમાં વેઈટર તરીકે મજૂરી કરે છે. આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોકશોની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ઘટના એવી છે કે જેમાં સાત જુલાઈના રોજ રાત્રે દોઢ વાગે સગીરાનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યારબાદ ત્રણથી ચાર વખત સગીરા સાથે દુષ્કર્મ ગુજારી હોવાની પોલીસ ફરિયાદમાં નોંધ થઈ છે. જ્યારે સગીરા તેનો વિરોધ કરતી ત્યારે આરોપી તેને મારી નાખવાની ધમકી આપતો હતો. જોકે પરિવારને જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. આ સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
સગીરા આરોપી પ્રવેશ દિવાકરને સંબંધ રાખવા ના પાડતી ત્યારે તે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી જતો અને તેરે સાથ રિસ્તા રખના હૈ, તેમ જણાવી તેને પરેશાન કરતો હતો. જોકે ૧૩ જુલાઈના રોજ પણ આરોપી સગીરાની સ્કૂલ સુધી પહોંચ્યો હતો.
જે બાદ મામલો સામે આવતા સગીરાએ તેના માતા પિતાને આ અંગે જાણકારી આપી હતી. જે અંગે પરિવાર એ પોલીસનો સંપર્ક કરી ગુનો નોંધાવ્યો હતો.
મહત્વનું છે કે આરોપી અને સગીરા એકબીજાની નજીકમાં વિસ્તારમાં જ રહે છે. જેથી પરિવાર અને સગીરાને ડર હતો કે જો તે પોલીસને જાણ કરશે તો આરોપી તેમના પર હુમલો પણ કરી શકે છે. જેથી પરિવાર પોલીસ ફરિયાદ કરતા પણ ડરતા હતા.

Related posts

૨૦ કરોડથી વધુની ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો

aapnugujarat

બનાસકાંઠામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા નરસિંહ દેસાઈની માંગ

aapnugujarat

ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં ઝાકિયાની અરજી પર હવે ૨૬મી સપ્ટેમ્બરે ચુકાદો જાહેર કરાશે

aapnugujarat
UA-96247877-1