Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા નરસિંહ દેસાઈની માંગ

ઉત્તર ગુજરાતમાં ૧૨ ડિસેમ્બરના સાંજના સમયે ભારે વરસાદનાં કારણે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકામાં ખેડૂતોને ભારે નુકસાન આવ્યું છે તેમજ તાલુકામાં પણ ખેતીના પાકને નાશ થઇ જતા કોંગ્રેસે પણ ખેડૂતોને યોગ્ય સહાય મળે તે માટે માંગ કરી છે. આ બાબતે જિલ્લા પંચાયતના સદસ્ય નરસિંહ દેસાઈએ જણાવેલ કે અગાઉ પણ દિયોદર તાલુકાના કોતરવાડા અને અન્ય ગામોમાં કમોસમી વરસાદના કારણે આર્થિક નુકસાન આવ્યું હતું જે અંગે અમોએ આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
ગત ૧૨ ડિસેમ્બરની સાંજે દિયોદર પંથકમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતો પાયમાલ બન્યા છેે તેમજ ભારે નુકસાન થયું છે. ખેડૂતોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે.
વધુમાં જણાવ્યું હતું કે આર્થિક નુકસાનનો માર ખેડૂત કઈ રીતે સહન કરી શકે તે અંગે અમો આજે ખેતીવાડી અધિકારી અને જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.
સરકારે યોગ્ય ધોરણે તાત્કાલીક ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ છે. જો યોગ્ય પગલાં સરકાર નહીં લે તો અમો ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવીશું અને ખેડૂતોના હક્ક માટે લડીશું . જોકે દિયોદર પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતી પાકમાં ભારે નુકસાન આવ્યું છે ત્યારે ખેડૂતો પણ યોગ્ય સહાયની માંગણી કરી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

રાજીનામું આપવા ધાનાણી અને પ્રમુખ ચાવડાએ દર્શાવી તૈયારી

editor

જયંતી ભાનુશાળી હત્યાકાંડમાં છબીલ પટેલને જામીન મળ્યા

editor

साबरमती में गणेश विसर्जन नहीं करने देने प्रशासन तैयार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1