Aapnu Gujarat
ગુજરાત

જયંતી ભાનુશાળી હત્યાકાંડમાં છબીલ પટેલને જામીન મળ્યા

ગુજરાતમાં કચ્છના પૂર્વ ભાજપ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાકાંડમાં જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને છે દિવસના જામીન મળ્યા છે પોલીસની દેખરેખમાં રહીનેતે પોતાના પુત્રના લગ્નમાં ભાગ લઇ શકશે ગુજરાતના કચ્છ વિસ્તારના ઘારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ માર્ચ ૨૦૧૯થી જેલમાં બંધ છે. ગુજરાત સીઆઇડી ક્રાઇમે છબીલ પટેલની ૧૪ માર્ચ ૨૦૧૯નારોજ અમદાવાદ ઇટરનેશનલ એરપોર્ટ પર ઉતરતા જ ધરપકડ કરી હતી ત્યાથી તે જેલમાં બંધ છે.પુત્રીના લગ્ન માટે તેમને છ દિવસના જામીન પર છોડવામાં આવ્યા છે.જામીન દરમિયાન તેમની દેખરેખમાં એક પોલીસ નીરીક્ષક અને બે કોસ્ટેબલ નિયુકત રહેશે
છબીલ પટેલ ૨૦૧૨માં કચ્છની અબસાડા બેઠકથી કોંગ્રેસની ટીકીટ પર ધારાસભ્ય ચુંટાઇ આવ્યા હતાં ૨૦૧૪ની લોકસભા ચુંટણી પહેલા તેઓ ભાજપમાં સામેલ થયા હતાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી આ બેઠક પર ૨૦૦૭છી ૨૦૧૨ સુધી ભાજપના ધારાસભ્ય રહી ચુકયા છે. રાજનીતિક વર્ચસ્વની લડાઇને કારણે છબીલ પટેલે જયંતી ભાનુશાળીની જાન્યુઆરી ૨૦૧૯માં એક કોન્ટ્રેકટ કિલર દ્વારા હત્યા કરાવી દીધી હતી મુંબઇના શાર્પ શુટર જયંતી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં હત્યા કરવામાં આવી હતી હકીકતમાં છબીલ પટેલે જયંતી ભાનુશાળીને હની ટ્રેપમાં ફસાવવાનો આરોપમાં જેલ કાપી પાછી ફરેલ મનીષા ગોસ્વામી તથા ત્યાંના સ્થાનિક નેતા જયંતી ડુમરાની મદદથી આ કાવતરાને પરિણામ આપ્યું હતું.ડુમારા જયંતી ભાનુશાળી અને છબીલ પટેલને ફસાવી ખુદ અબડાસાથી ધારાસભ્ય બનવા માંગતા હતાં ગુજરાત સીઆઇડી ક્રાઇમે મનીષા અને તેના એક સાથીની હત્યા કરવાના બે મહીના બાદ ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી હત્યાકાંડના મામલામાં મુખ્ય આરોપી છબીલ પટેલના પુત્ર સિધ્ધાર્થ પટેલને લગભગ ૧૮ મહીના જેલમાં રહ્યા બાદ હાઇકોર્ટમાં જામીન આપી દીધા હતાં.

Related posts

મહેફિલ માણતાં ઝડપાયેલાં પીએસઆઈ સસ્પેન્ડ

aapnugujarat

એસિડ પી લેનાર બાળકી પર ૮ વર્ષ બાદ સફળ શસ્ત્રક્રિયા

aapnugujarat

શિવભકતો માટે નવી સીસ્ટમ તૈયાર

editor

Leave a Comment

UA-96247877-1