Aapnu Gujarat
ગુજરાત

એસિડ પી લેનાર બાળકી પર ૮ વર્ષ બાદ સફળ શસ્ત્રક્રિયા

અમદાવાદ શહેરની વીએસ હોસ્પિટલમાં માસુમ બાળકી પર સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. મુળ ઉત્તરપ્રદેશના પરિવારની ૮ વર્ષની એક બાળકીએ દોઢ વર્ષની ઉંમરે ભૂલથી એસિડ પી લીધા બાદ ૭ વર્ષથી તેણી મોં દ્વારા કશુ લઈ શકતી ન હતી.આવી બાળકી ઉપર વી.એસ.હોસ્પિટલના તબીબોએ સફળ શસ્ત્રક્રિયા કરી તેને નવજીવન બક્ષ્યુ છે. આ અંગેની વિગત એવી છે કે,ઉત્તરપ્રદેશના મૈઉના વતની રામપ્રકાશ કે જેઓ છૂટક સુથારીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.તેમના પરિવારમાં દિકરી નેહા જે સમયે દોઢ વર્ષની હતી તે સમયે ભૂલથી તેણીએ એસિડ પી લેતા તેના ખાવાની નળીના અમુક ભાગને બાદ કરતા બાકીનો ભાગ બળી જવા પામ્યો હતો.૭ વર્ષ અગાઉ લખનૌ ખાતે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.પ્રવાહી ખોરાક લેવા માટે ટયૂબ ઓપરેશનથી આંતરડામાં નાંખવામાં આવી હતી. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ઈલાજ કરવામાં અસમર્થ એવો આ પરિવાર દિકરીના ચોકકસ ઈલાજ માટે સાત વર્ષથી અલગ અલગ શહેરોમાં ફરતો હતો. દરમ્યાન અમદાવાદમાં વી.એસ.હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવતા હોસ્પિટલની ગેસ્ટ્રોસર્જરીની ટીમ દ્વારા ૧૨ મેના રોજ ૫ાંચ કલાક જેટલા સમય સુધી તેનું ઓપરેશન કરીને એસીડ પી જવાના કારણે બળી ગયેલા ખરાબ ભાગને કાઢવાની સાથે યોગ્ય ખોરાક લઈ શકે એ માટે જઠરની ખાસ ટયૂબ બનાવીને છાતીના અંદરના ભાગને જોડીને ગળા સુધી ખોરાક લેવા માટેનો નવો માર્ગ બનાવતા નેહાએ સાત વર્ષ બાદ મોં દ્વારા પાણી પીધુ અને ખોરાક પણ લીધો હતો. આ સફળ ઓપરેશનમાં વી.એસ. હોસ્પિટલના ડો.એચ.બી. વોરા,ડો. લક્ષ્મણ ખીરીયા,પ્રેમલ દેસાઈ,ડો.નિખીલ, ડો.અજય સહીતની ટીમે મહેનત કરી હતી. આ ટીમને શહેરના મેયર અને વી.એસ. બોર્ડના ચેરમેન ગૌતમ શાહે પ્રોત્સાહિત કરી અભિનંદન આપ્યા છે. નેહા પરના સફળ ઓપરેશન બાદ તેના માતા-પિતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે.અમારી દિકરી હવે તમામ ખોરાક લેવા સમર્થ બની છે.

Related posts

ઉત્તરાયણ પર્વ પર અકસ્માત કેસોને લઇ ૧૦૮ એલર્ટ પર

aapnugujarat

રાજસ્થાનથી ગુજરાત રાજ્યમાં દારુની રેલમછેલ

aapnugujarat

અમદાવાદ, સુરત સાઈબરક્રાઈમના હોટસ્પોટ બન્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1