Aapnu Gujarat
ગુજરાત

તાપી જિલ્લાના વાલોડ ખાતે રૂા. ૬૪૪.૫૨ લાખના વિકાસકામોનું લોકાર્પણ કરાયું

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વડામથક વાલોડ ખાતે આવેલી સ.ગો.હાઇસ્કુલના પટાંગણમાં મહુવા-વાલોડના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રૂા. ૬૪૪.૫૨ લાખના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા અને પૂર્વ મંત્રી અને નિઝરના ધારાસભ્ય કાંતિભાઇ ગામીતે રૂા. ૬૨૨.૫૨ લાખના ખર્ચે નિર્મિત વાલોડ, સોનગઢ અને ઉચ્છલ તાલુકા પંચાયત ભવનનું અને રૂા. ૨૨ લાખના ખર્ચે નિર્મિત વાલોડ ગ્રામ પંચાયત ભવન મળી કુલ રૂા. ૬૪૪.૫૨ લાખના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ ઉપસ્થિત મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, આજથી એક વર્ષ પહેલા અમે આ કચેરીઓનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે અમે જ લોકાર્પણ કર્યું છે. જે ખાતમુહૂર્ત કરે એ જ લોકાર્પણ કરે એ અમારા ધ્યેયને અમે સાર્થક કર્યું છે એમ જણાવી તેમણે વિકાસ દોડતો થયો છે એમ ઉમેર્યું હતું. તાપી જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા મોહનભાઇ કોંકણીએ પણ પ્રસંગિક ઉદ્દબોધન કરતા રાજય સરકારે વિવિધ ક્ષેત્રમાં હાંસલ કરેલી સિદ્ધિઓનું વિગતવાર વર્ણન કર્યું હતું.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા જિલ્લા વિકાસ અધિકારી બી.જે પટેલે રાજય સરકારે સરકારી અધિકારીઓ અને અરજદારોને કોઇ પ્રકારની અગવડ ન પડે એવી સુવિધાસભર સરકારી કચેરીઓનું નિર્માણ કર્યું છે એમ જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે અને આભારવિધિ વાલોડના તાલુકા વિકાસ અધિકારી જે.એમ બોરડે આટોપી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય દિગેન્દ્રભાઇ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તુષાર જાની, અગ્રણી ઉદયભાઇ દેસાઇ, જયરામભાઇ ગામીત, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સુરતમાં પતિએ પત્નીની હત્યા કરી

aapnugujarat

ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસને મળી સફળતા

editor

સારથી-૪ સોફ્ટવેર સર્વરમાં ચેડાં અંગે કૌભાંડ સપાટી પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1