Aapnu Gujarat
ગુજરાત

નસવાડી તાલુકાના 300 શ્રમિકો 45 દિવસ થી ભાવનગર જિલ્લામા ફસાયેલ હોય વતન આવવા મદદની માંગ કરવામા આવી છે.

અભણ હોય સ્થાનિક તંત્ર સુધી તેઓ પોહચી શકતા ના હોય નસવાડી તાલુકા ના રાજકીય આગેવાનો ને વાત કર્યા બાદ પરીણામ ના આવ્યું ,ચૂંટણી સમયે વતન બોલાવે છે તો હમણાં કેમ નય ?

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે રોજગારી નો અભાવ હોય નસવાડી તાલુકામાંથી અસંખ્ય પરિવારો રોજગારી મેળવવા માટે સૌરાષ્ટ્ર ની વાટ પકડી હતી તેવા મા કોરોના વાયરસ ને લઈ લોકડાઉન થતા જ નસવાડી તાલુકા ના શ્રમિકો જે શરૂઆત મા આવ્યા હતા પછી કેટલાય શ્રમિકો ત્યાં ફસાઈ ગયા છે 45 દીવસ વીતી ગયા છતાંય તંત્ર જિલ્લા ની હદ તમો પાર કરી શકો નય અને હાલ બહાર ના રાજ્ય ના લોકો ને જવા દેવાય છે ત્યારે નસવાડી તાલુકા ના ડુંગર વિસ્તારના કુકરદા ની આજુબાજુ ના 300 શ્રમિકો ભાવનગર જિલ્લા ના પાલીતાણા તાલુકા ની આજુબાજુ ફસાઈ ગયા છે જે બાબતે કુકરદા ના માજી સરપંચ અબાબાલ ભીલ ને વાત કરતા તેઓ દવારા સ્થાનિક સ્થાનિક નેતા તેમજ છોટાઉદેપુર સાંસદ ,સંખેડા ધારાસભ્ય ને પણ જાણ કરી હતી છતાંય હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી બીજી બાજુ જે શ્રમિકો વાડી ઓ પર છે તેઓ બહાર જાય તો પોલીસ હેરાન કરે છે અને બધા અભણ હોય ઓન લાઈન વતન આવવા અરજી ક્યાં કરવા જાય ભાવનગર જવા માટે સાધન ના હોય સ્થાનીક તંત્ર જિલ્લા બહાર જવાતું નથી એમ કહે છે એક બાજુ છોટાઉદેપુર જિલ્લા ના સાંસદ ફસાયેલ વ્યક્તિ ની યાદી મંગાવે છે બીજી બાજુ કોંગ્રેસ ફસાયેલ વ્યક્તિ ને લજગરી મા લાવવા ભાડું ખર્ચ કરે છે બન્ને પક્ષ હાલ રાજકરણ રમી રહ્યું છે ત્યારે 45 દીવસ થી 300 જેટલા શ્રમિકો વતન આવવા મદદ માંગતા હોય આખરે કુકરદા ના માજી સરપંચ અબાલાલ ભીલ પાસે નસવાડી થીં ભાડે વાહન કરી લેવા આવવા માંગ કરી છે સાથે વાડી મા ફસાયેલ શ્રમિકો મા નસવાડી તાલુકા ના કુરસિયા ભાઈ ના જણાવ્યા મુજબ આજુબાજુ બોવ બધા છે અમો ચૂંટણી સમયે બધા લેવા આવતા હતા આજે અમને કોઈ મદદ કરતું નથી પગપાળા નીકળવા નો વિચાર કર્યો છે હાલ કોઈ મજૂરી છે નય બધી જ રીતે બોવ મુશ્કેલી છે બસ અમને નસવાડી અમારા વતન આવવું છે તો મદદ કરો તેવી માંગ છે ત્યારે સ્થાનિક તંત્ર તત્કાલ ભાવનગર જિલ્લામા સંપર્ક કરી નસવાડી તાલુકા ના લોકો ને વતન લાવવા મદદ કરે તેવી માંગ છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

સ્વાતંત્ર્ય સેનાનીની 14મી પૂણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન કરાયું

editor

वलसाड में प्लास्टिक फैक्ट्री में भीषण आग

editor

કોંગ્રેસે ક્યારેય ગરીબ લોકોની ચિંતા કરી નથી : અમિત શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1