Aapnu Gujarat
ગુજરાત

સ્વાતંત્ર્ય સેનાનીની 14મી પૂણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન કરાયું

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના સાપર ગામના રહેવાસી અને સ્વાતંત્ર્ય સેનાની એવાં દેવચંદભાઈ વનમાળી દાસ પુજારાની 14મી પૂણ્યતિથિ નિમિત્તે સાપર ગામના બાળકોને બટુકભોજન કરાવી ને તેમનાં સ્વતંત્રતા માટેની લડતની માહિતી શાળાનાં બાળકો આપવામાં આવી હતી
આ રીતે પૂણ્યતિથિ વર્ષોથી ઉજવવામાં આવે છે જેમાં તેમનાં પુત્ર નવિનભાઇ પુજારા પુત્રવધુ સરોજબેન પુજારાએ ખાસ હાજરી આપી હતી દેવચંદ શેઠ તરીકે આજુબાજુના ગામોમાં તેમની એક અલગ જ ઓળખ રહી છે, અને તેમનાં વિકાસ લક્ષી કામગીરીને લ‌ઈ આજુબાજુના દસ ગામોમાં હજું પણ તેમની સુવાસ ફેલાયેલી હોય અને આદર પ્રેમ સાથે તેમને લોકો યાદ કરે છે.તેમની સુવાસને અને તેમનાં કામોને આગળ ધપાવવા માટે તેઓનાં પુત્ર નવીનભાઈ પુજારા સતત પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે આજે એમની પુણ્યતિથિ નિમિત્તે તેમનાં વડીલ મિત્રો પણ સાથે રહી ને તેમની પ્રેરણા દાયક પ્રવૃત્તિઓ ને યાદ કરવામાં આવી હતી.

Related posts

નારોલ : કેમીકલના ગોડાઉનમાં વિકરાળ આગને પગલે ચકચાર

aapnugujarat

પાવાગઢના વડા તળાવ ખાતે યોજાતો પંચમહોત્સવ નહીં યોજાય

editor

વડોદરા શહેર-જિલ્લાની મતદાર યાદીમાં ૩૨૦૭૦ નવા મતદારો ઉમેરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1