Aapnu Gujarat
ગુજરાત

કોરોના સંક્રમણને કારણે અવસાન પામેલ પોલીસ વિભાગના કર્મચારીઓના આશ્રિતોને સહાય

સુરેશ ત્રિવેદી, ભાવનગર

વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લોકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ તંત્ર અને સરકારી વિભાગો ખડેપડે ઉભા રહ્યા હતા. પોતાના જીવના જોખમે નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ કર્મચારીઓનું કોવિડ-૧૯ સંક્રમણના લીધે અવસાન થાય તેવા કિસ્સાઓમાં સંવેદનશીલ રાજ્ય સરકારે કરચારીઓના આશ્રિતોને રૂ.૨૫ લાખની સહાય ચુકવવાની જાહેરાત કરવામાં આવેલ હતી. કોરોનાની બંને લહેરોમાં બોટાદ જિલ્લામાં નાગરિકોની સુરક્ષા માટે નિરંતર કાર્યશીલ અને સતત સેવામગ્ન રહેનાર પોલીસ વિભાગની લોકડાઉન દરમ્યાન અને કોરોનાની બીજી લહેર વખતે ઉત્કૃષ્ટ કામગીરી રહેલ છે, પરંતુ પોતાની ફરજ બજાવતી વખતે કોરોના વાયરસથી સંક્રમિત થતા બોટાદ જિલ્લા પોલીસ પરીવારના ત્રણ ઝાબાજ પોલીસ કર્મચારીઓના દુ:ખદ અવસાન થયેલ હતા.
બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા અને કોરોના વાયરસથી સંક્રમિત થતા અવસાન પામેલ ત્રણ પોલીસ કર્મચારીઓ શ્રી સુનિલભાઇ મોહનભાઇ વાળા, પોલીસ કોન્સ, પાળીયાદ પો.સ્ટે. તથા શ્રી ઇશ્વરચંન્દ્ર નાથાજી સડાત, એ.એસ.આઇ. બોટાદ પો.સ્ટે. તથા શ્રી પ્રવિણસિંહ બનેસિંહ પરઘવી, એ.એસ.આઇ. હેડ ક્વાર્ટર નાઓના આશ્રિતોને સરકારશ્રી દ્વારા જાહેર કરેલ રૂ.૨૫ લાખની સહાય અંગેની દરખાસ્તો પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા નાઓ દ્વારા અંગત રસ દાખવી વડી કચેરીને મોકલવામાં આવત, સરકારશ્રી દ્વારા ઉક્ત દરખાસ્તો સમયસર મંજુર કરવામાં આવેલ અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓની કચેરી દ્વારા ઉક્ત મર્હુમ કર્મચારીઓના આશ્રિતોને ચુકવવાના સહાયના ચેક પોલીસ અધિક્ષક બોટાદને મોકલી સન્માનપુર્વક તેમના આશ્રિતોને ચુકવવા જણાવવામાં આવેલ. જેથી આજરોજ બોટાદ ખાતે પોલીસ હેડ ક્વાર્ટરમાં મર્હુમ પોલીસ કર્મચારીઓના આશ્રિતોને રૂ.૨૫ લાખની સહાયના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ શ્રી અશોક કુમાર, IPS, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓના અધ્યક્ષસ્થાને પોલીસ પરીવારની હાજરીમાં યોજાયેલ હતો.
આ કાર્યક્રમમાં આઇ.જી.પી. શ્રી અશોક કુમાર, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, ડી.વાય.એસ.પી. શ્રી રાજદિપસિંહ નકુમ તથા શ્રી એમ.બી.વ્યાસ, મર્હુમ પોલીસ કર્મચારીઓના પરીવારજનો તથા જિલ્લાના અન્ય પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવેલ હતી તથા બોટાદ જિલ્લાના કોવિડ-૧૯ થી દુ:ખદ અવસાન પામનાર પોલીસ કર્મચારીઓની સેવા વિષયક માહિતી રજુ કરી હતી તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા અવસાન પામનાર કર્મચારીઓને ૧ મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગર રેન્જ વડા શ્રી અશોક કુમાર, IPS નાઓ દ્વારા રાજ્ય સરકારશ્રી દ્વારા મંજુર કરેલ રૂ.૨૫ લાખની સહાયના ચેક મર્હુમ પોલીસ કર્મચારીઓના આશ્રિતોને સંવેદના સહ અર્પણ કરી પોલીસ વિભાગના વડા તરીકે આશ્રિતોના સ્વજનો સાથે સહાનુભૂતિપુર્ણ સંવાદ કરી તેમને હિંમત અને સાંત્વના આપી હતી. ત્યારબાદ મર્હુમ પોલીસ કર્મચારીઓની નાણાકીય સહાયની ઉક્ત દરખાસ્તો સમય મર્યાદામાં મોકલી સારી કામગીરી કરનાર વહિવટી કર્મચારીઓ તથા કોવિડ-૧૯ વેક્સીનેશન કામગીરી અને જાગૃતિ કાર્યક્રમોમાં શ્રેષ્ઠ ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓને આઇ.જી.પી.શ્રીના વરદ હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા.
બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા અને કોવિડ-૧૯ થી અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિતોને જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ તમામ નાણાકીય સહાયો તથા રાજ્ય સરકારની રૂ.૨૫ લાખની સહાયના ચેક સન્માનપુર્વક અર્પણ કરી જિલ્લા પોલીસે મર્હુમ કર્મચારીઓને સાચા અર્થમાં શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

Related posts

કોંગી ચૂંટણી ઢંઢેરામાં બેરોજગાર યુવાનોને ભથ્થુ આપવા માટે વચન

aapnugujarat

કોંગી ધારાસભ્યોના સસ્પેન્શન મુદ્દે ભાજપ-કોંગીમાં સમાધાન

aapnugujarat

અમદાવાદમાં રાત્રિના ૯ પછી ૩૧ ડિસે.ની ઉજવણી નહીં કરી શકાય

editor

Leave a Comment

UA-96247877-1