Aapnu Gujarat
ગુજરાત

ખંડણી કેસ : નરોડા પોલીસની ટીમ મનીષાને પકડવા કચ્છમાં

શહેરના નરોડા વિસ્તારના વેપારી અને કચ્છના અબડાસાના ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળી પાસેથી રૂ. દસ કરોડથી ખંડણી માંગવાના ચકચારભર્યા પ્રકરણમાં નરોડા પોલીસની ટીમે આરોપણ મહિલા મનીષા ગોસ્વામીની તપાસ માટે કચ્છ ખાતે ધામા નાંખ્યા હતા. પોલીસે મનીષા ગોસ્વામીની ભાળ મેળવવા નખત્રાણાના ધાવડા ગામે પણ તપાસ હાથ ધરી હતી. જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ મનીષા ગોસ્વામી નામની મહિલાએ તેમને ફસાવી તેમને શહેરની એક હોટલમાં લઇ જઇ કોઇક પદાર્થ પીવડાવી બેભાન બનાવી તેનો બિભત્સ વીડિયો ઉતાર્યા બાદ તેના આધારે બ્લેકમેઇલ કરી રૂ.દસ લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે નરોડા પોલીસ આજે કચ્છ પહોંચી હતી. જો કે, સુનીલ ભાનુશાળીની ફરિયાદ બાદ બીજા દિવસે મનીષા ગોસ્વામી નામની આ મહિલાએ એક વીડિયો વાયરલ કરી એવો દાવો કર્યો હતો કે, તેણી ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના મોટા મોટા કૌભાંડો જાણે છે અને તેની એક જમીન ખાલી કરાવવા અને જયંતિ ભાનુશાળીના મોટા સ્કેન્ડલનો પર્દાફાશ ના થાય તે માટે તેની પર ખોટુ દબાણ ઉભુ કરવા તેની વિરૂધ્ધ આ ફરિયાદ કરાઇ છે. મહિલાના આ આક્ષેપોને પગલે સમગ્ર કેસમાં નવો જ વળાંક આવ્યો હતો. મનીષા ગોસ્વામી નામની મહિલાએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, પોલીસે તેની પાસેથી કેટલાક બાંહેધરીપત્ર પર બળજબરીપૂર્વક તેની સહીઓ લઇ લીધી છે અને લખાણ લેવડાવ્યું છે. પોલીસે મહિલાના આ આક્ષેપોને લઇને પણ તપાસ શરૂ કરી છે. જો કે, મનીષા ગોસ્વામી નામની આ મહિલા મૂળ કચ્છની વતની હોવાથી નરોડા પોલીસની ટીમે આજે કચ્છમાં ધામા નાંખ્યા હતા. પોલીસ સ્ટાફના માણસો આજે નખત્રાણાના ધાવડા ગામ સહિતના જુદા જુદા સ્થળોએ આરોપણ મહિલા મનીષા ગોસ્વામીની શોધખોળ આદરી હતી. પોલીસે સ્થાનિક શકમંદોની પૂછપરછ પણ કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, શહેરના નરોડા વિસ્તારમાં રહેતા વેપારી સુનીલ ભાનુશાળી પાસેથી મનીષા ગોસ્વામી અને તેના પતિ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રૂ.૧૦ કરોડની ખંડણી માંગવામાં આવતી હતી, જેનાથી કંટાળીને આખરે વેપારીએ નરોડા પોલીસમથકમાં મહિલા આરોપી મનીષા ગોસ્વામી અને તેના પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. વેપારીના આક્ષેપ મુજબ, મનીષા ગોસ્વામી તેમને શહેરની એક હોટલમાં લઇ ગઇ હતી, જયાં તેમને કોઇક પદાર્થ પીવડાવી બેભાન બનાવી દીધા હતા અને તે પરિસ્થિતનો લાભ લઇ તેમનો બિભત્સ વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. બાદમાં આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી સમાજમાં તેમને બદનામ કરી દેવાની ધમકી આપી આરોપી પતિ-પત્ની દ્વારા તેમની પાસે રૂ.૧૦ કરોડની ખંડણી માંગવામાં આવતી હતી. અત્યારસુધીમાં વેપારી પાસેથી આ મહિલા અને તેના પતિએ રૂ.૫૦ લાખ જેટલી માતબર રકમ તો પડાવી પણ લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

Related posts

૧૦૦૦ કરોડના ખર્ચે વૈશ્વિક પાટીદાર એમ્પાવરમેન્ટ હબ

aapnugujarat

સાચો વ્યવસાયિક

aapnugujarat

डेढ़ दशक में १ हजार से ज्यादा सब स्टेशनों का निर्माण हुआ : ऊर्जा मंत्री चीमनभाई सापरिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1