Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આધાર ડેટા ચોરીના અહેવાલ મુદ્દે પત્રકાર સહિત અન્યો સામે એફઆઈઆર

દિલ્હી પોલીસે ચંદીગઢ સ્થિત ’ધ ટ્રિબ્યુન’ અખબારના પત્રકાર સામે એફઆઈઆર દાખલ કરી છે. આ પત્રકારે બાયોમેટ્રિક ઓળખપત્ર ’આધાર’ અંગે એક લેખ લખ્યો હતો.લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક ’એજન્ટ’ની મદદથી માત્ર રૂ. ૫૦૦ ખર્ચ કરીને કોઈપણ વ્યક્તિ ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (યુઆઈડીએઆઈ) પાસે રહેલી માહિતી મેળવી શકે છે.નામ ન છાપવાની શરતે દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું, “ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદનાં આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.”રિપોર્ટ લખનારાં પત્રકાર રચના ખૈરાએ બીબીસીને જણાવ્યું, “મને અન્ય એક અખબારમાંથી આ વિશે માહિતી મળી છે. હજુ સુધી મને એફઆઈઆર વિશે કોઈ જાણકારી નથી.”
રિપોર્ટ મુજબ, યુઆઈડીઆઈના એક અધિકારીએ ભારતીય દંડ સંહતાની ધારા ૪૧૯ (ખોટી ઓળખ આપીને છેતરપીંડી કરવી), ૪૨૦ (છેતરપીંડી), ૪૬૮ (ઠગાઈ) તથા ૪૭૧ (બનાવટી દસ્તાવેજને ખરો જણાવીને તેનો ઉપયોગ કરવો) હેઠળ એફઆઈઆર નોંધાવવા ફરિયાદ આપી હતી.આ લેખ માટે પત્રકારે જેમનો સંપર્ક સાધ્યો હતો, તેમના નામો પણ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યા છે.ચોથી જાન્યુઆરીના ’ધ ટ્રિબ્યુન’ અખબારે એક અહેવાલ છાપ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વ્હૉટ્‌સૅપ પર અજાણ્યા શખ્સો મામૂલી રકમની અવેજમાં આધાર ડેટા લીક કરી રહ્યાં છે.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પેટીએમ મારફત માત્ર રૂ. ૫૦૦ ચૂકવીને આ ટોળકીનો એજન્ટ તમને આધાર ડેટાબેઝમાં લૉગઇન કરવા માટે લૉગઇન આઈડી અને પાસવર્ડ આપી શકે છે.આ રીતે તમને સરળતાથી નામ, સરનામું, પોસ્ટલ કોડ, ફોટોગ્રાફ, ફોન નંબર તથા ઈ-મેલ જેવી માહિતી મળી શકે છે.યુઆઈડીએઆઈએ આ લેખમાં કરવામાં આવેલા દાવાઓને ફગાવ્યા હતા. સત્તામંડળે આધારનો ડેટા લીક થયો હોવાની વાતને પણ નકારી કાઢી હતી.સત્તામંડળનું કહેવું છે કે આધાર કાર્ડ સાથે સંકળાયેલો બાયોમેટ્રિક ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત છે.હાલમાં, આધાર કાર્ડ અને પ્રાઇવસી સંબંધિત કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. કેટલાક અરજદારોએ આધારને સુપ્રીમમાં પડકાર્યું છે.

Related posts

भारत की NSG सदस्यता के लिए Australia ने दिया समर्थन

editor

દાઉદના ત્રણ શાર્પશૂટરોની બુલંદશહેરમાં ધરપકડ

aapnugujarat

‘કોંગ્રેસ પાસે કોઈ ચહેરો નથી, ચોકલેટી ચહેરાના જોરે ચૂંટણી લડવા માંગે છે’ : કૈલાશ વિજયવર્ગીય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1