Aapnu Gujarat
બિઝનેસ

એચ-૧બી વીઝામાં નિયંત્રણથી અમેરિકી કંપનીઓની જ થશે ઉંઘ હરામ

એચ-૧બી વિઝા અંગે અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રના આકરા વલણ વિશે યુએસ ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે કે તેનાથી મેરિડ બેઝ્‌ડ ઈમિગ્રેશન સિસ્ટમનો ઉદ્દેશ માર્યો જશે. એચ-૧બી વીઝામાં અમેરિકી નિષ્ણાતોમાં અછત વર્તાતી હોય તેવા ક્ષેત્રોમાં ઉચ્ચ લાયકાત અને કૂશળતા ધરાવતાં વિદેશી વ્યવસાયિકોની કામચલાઉ રીતે ભરતી કરાય છે. આ વિદેશી વ્યવસાયિકોમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની હોય છે. સૂચિત નવી એચ-૧બી નીતિ અંગે યુએસ ચેમ્બર ઓફ કોમર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ નીતિથી અમેરિકી વેપાર, અર્થતંત્ર અને દેશને ખુબ જ હાનિ પહોંચશે. આ સાથે તે અમેરિકાની મેરિડ બેઝ્‌ડ ઈમિગ્રેશન સિસ્ટમને પણ અનુરૂપ નથી.ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે એચ-૧બી વીઝાના નિયમોમાં ફેરફારની હું તરફેણ કરું છે, પરંતુ સ્થાનિક કર્મચારીગણને સારી તાલિમ આપવાની મારી સંપૂર્ણ અગ્રતા છે. અમેરિકાની કંપનીઓને પણ તેમની જરૂરિયાત પ્રમાણે કર્મચારીઓ ન મળતાં નોકરીઓ વિદેશમાં લઈ જવાની ફરજ પડશે. તેનાથી અનેક પરિવાર વેરવિખેર થઈ જશે. દેશના વેપાર પર પણ તેની વિપરીત અસર પડશે. સરકાર આ પ્રસ્તાનો તાત્કાલિક અસ્વીકાર કરે તેવી મારી ઈચ્છા છે.તેમણે કહ્યું હતું કે અમેરિકાની કંપનીઓને ૬૦ લાખ નોકરીઓ માટે કૂશળ કામદારો મળતા નથી અને તેમને શોધી કાઢવા માટે ભારે પરિશ્રમ કરવો પડે છે.

Related posts

FPI દ્વારા મેમાં ૧૮૦૦૦ કરોડ રૂપિયા પરત ખેંચાયા

aapnugujarat

આઈએનએક્સ મિડિયા પ્રકરણમાં કાર્તિ ચિદમ્બરમ સામે નવેસરથી સમન્સ જારી

aapnugujarat

ગોલ્ડ ઇટીએફમાંથી ૭૭૩ કરોડ રૂપિયા પરત ખેંચાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1