Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટોલટેક્સમાં વધારો

વડોદરા એક્સપ્રેસ હાઈવે પર છેલ્લે વર્ષ ૨૦૧૩માં ટોલટેક્સમાં વધારો થયા બાદ ૨૦ ટકા સુધીનો ઘટાડો થાય બાદ પાંચમા વર્ષે ૫ ટકાનો વધારો કરાયો છે. હવે એક્સપ્રેસ વે પર કાર, ટ્રક, બસ સહિતના વાહનો માટે મુસાફરી મોંઘી બની છે. સિંગલ ટ્રિપ માટે અત્યાર સુધી રૂપિયા ૧૦૦ લેવાતા હતા, હવે ટોલ દર વધારીને રૂપિયા ૧૦૫ કરાયો છે. તો રિટર્ન ફી ચૂકવનારને ૧૫૦ને બદલે ૧૫૫ ચૂકવવાના રહેશે. મહાત્મા ગાઁધી એક્સપ્રેસ વે તરીકે ઓળખાતા આ એક્સપ્રેસ વે પર છેલ્લા ૨૦૧૩માં વાહનો માટે ઉઘરાવાતા ટોલટેક્સના દરોમાં ઘટાડો કરાયો હતો. ત્યાર બાદ નવા નાણાંકીય વર્ષમાં ટોલમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આજથી અમલમાં આવેલા નવા દરોમાં કાર, જીપ તેમજ વાન માટેના ટોલ દરમાં વધારો કરાયો છે. આમ, ગઈકાલે મધરાતથી ટોલ ટેક્સમાં રૂપિયા ૫નો વધારો કરાયો છે.

Related posts

शहर में जल्दी में बने रास्तों की बारिश में होगी परीक्षा

aapnugujarat

પાસ કમીટીના સભ્યોની હાર્દિક સાથે બેઠક યોજાઇ : બંધારણમાં લખ્યું નથી કે, ૫૦ ટકાથી વધુ અનામત ન જ મળે

aapnugujarat

સત્ય-અસત્ય વચ્ચેની લડાઇમાં સચ્ચાઇની જ જીત થશે :રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1