Aapnu Gujarat
Uncategorized

ખાતર કૌભાંડ : અનેક સ્થળો પર જનતા રેડથી સનસનાટી

રાજકોટના જેતપુર સહિત રાજયના જુદા જુદા સ્થળોએ ખાતર કૌભાંડની વિગતોના પર્દાફાશ મચેલા ખળભળાટ વચ્ચે આજે રોષે ભરાયેલા ખેડૂતો અને સ્થાનિક આગેવાનો દ્વારા સાણંદ, રાજકોટ સહિતના રાજયના જુદા જુદા સ્થળોએ જનતા રેડ અને દરોડા પાડયા હતા અને માર્કેટ યાર્ડ અને ગોડાઉનમાં રખાયેલા ખાતરના જથ્થાને તપાસ્યો હતો, જેમાં પણ ખાતરનું વજન નિયત કરતાં ઓછુ નીકળતાં હવે સમગ્ર મામલામાં રાજયવ્યાપી કૌભાંડની આશંકા પ્રબળ બની છે. બીજીબાજુ, હવે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિત કોંગી આગેવાનો દ્વારા સમગ્ર ખાતર કૌભાંડમાં ન્યાયિક તપાસની માંગ કરી છે. સાણંદમાં આજે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા ખેડૂતોને સાથે રાખી જીએસએફસીના ગોડાઉનમાં જનતા રેડ કરવામાં આવી હતી અને ગોડાઉનમાં ખાતરની બોરીઓનું વજન કરી તપાસણી કરવામાં આવી હતી, જેમાં દરેક બોરીમાં ૩૦૦થી ૪૦૦ ગ્રામ સુધીનું ખાતરનું ઓછુ વજન સામે આવતાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો. દરમ્યાન રાજકોટ માર્કેટ યાર્ડમાં ગઇકાલે સરદારના ડીએપી ખાતરની થેલીમાં વજન ઓછુ આવતા વેચાણ પર પ્રતિબંધ લગાવી કૃષિમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે સરદાર બાદ રાજકોટના મઘરવાડા સહકારી મંડળીમાં ઇફ્‌ફકોના ખાતરમાં પણ વજન ઓછુ હોવાનું સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઇફ્‌કોના એનપીકેના ખાતરમાં ૫૦.૧૨૦ કિલો સામે ૪૯.૮૦ કિલો ખાતર હોવાનું સામે આવતાં તંત્ર દોડતુ થઇ ગયું હતું. મઘરવાડા સહકારી મંડળીમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ રેડ પાડી હતી. જેમાં ખાતરની થેલીમાં વજન ઓછુ હોવાનું સામે આવ્યું હતું. ૨૦૧૩માં પણ મઘરવાડાના ખેડૂતો દ્વારા છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી હતી. ઓછુ ખાતર હોવાને કારણે ખેડૂતો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેતપુર, રાજકોટની જેમ જામનગર જિલ્લાના જામજોધપુરના ગોડાઉનમાં વજન ઓછું હોવાનું સામે આવ્યું છે. ડીએપી સિવાયની અન્ય ખાતરની બોરીના નિયત વજન કરતાં ઓછું વજન જોવા છે.
ઉલ્લેખનીય છે કે, જામજોધપુર વિસ્તાર પૂર્વ કૃષિ મંત્રી ચીમન શાપરીયાનો મત વિસ્તાર તો છે જ ઉપરાંત હાલ કૃષિમંત્રી આર.સી.ફળદુના જિલ્લામાં પણ આ વિસ્તાર આવે છે. ત્યારે આજે જામજોધપુરમાં પણ ખાતરમાં કટકી સામે આવતાં અનેક સવાલો ઉભા થયા છે.
રાજયમાં એક પછી એક અનેક સ્થળોએ ખાતરના જથ્થામાં કટકી અને કૌભાંડને લઇ હવે વિપક્ષ કોંગ્રેસે પણ સમગ્ર મામલામાં ન્યાયિક તપાસની માંગ કરતાં રાજકારણ ગરમાયું છે.

Related posts

भारत नंबर-1 टीम है : पोलार्ड

aapnugujarat

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન ખાતાની આગાહી

aapnugujarat

એનઓસી વગરની દુકાનો પર ત્રાટકી એએમસી

editor

Leave a Comment

UA-96247877-1