Aapnu Gujarat
ગુજરાત

લાયસન્સ વિનાની તમામ મીટશોપ બંધ કરો : હાઈકોર્ટ

ગેરકાયદેસર કતલખાના અને શોપ મામલે હાઈકોર્ટના આદેશની અમલવારી અંગેનો સરકાર દ્વારા રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે સરકારના રિપોર્ટ પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. માત્ર સુરતમાં ૨ જ દિવસમાં ૫૦૦ થી વધુ લાયસન્સ વિનીની દુકાનો બંધ કરવામાં આવી છે. સુરતના રિપોર્ટ અંગે હાઈકોર્ટે શંકા વ્યક્ત કરી છે અને સુરત ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસીસ ઓર્થોરિટીને હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા. જૂનાગઢમાં એક પણ મિટ શોપ પાસે લાયસન્સ ન હોવાના રિપોર્ટ પર હાઈકોર્ટ નારાજ છે. મીટ શોપ્સના માલિકોએ પણ આ અરજીમાં તેમને સાંભળવામાં આવે તેવી રજૂઆત કરી છે. જે બાબતે હાઈકોર્ટે કહ્યું કે યોગ્ય અરજી કરી રજૂઆત કરશો તો સાંભળીશું. હવે વધુ સુનાવણી ૮ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.ગેરકાયદે ચાલતા કતલખાનાઓ મુદ્દે આજે ફરી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં હાઇકોર્ટે અમદાવાદમાં લાયસન્સ વિના ચાલતી મીટશોપ બંધ કરવા માટે આદેશ આપ્યો છે. આ પહેલાની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે કે કેમિકલયુક્ત રેડ મીટ કેન્સરનું કારણ બને છે અને ગુજરાતમાં ગેરકાયદે માંસની દુકાનો અને ગેરકાયદેસર કતલખાનાઓ પણ ચાલી રહ્યા છે.અમદાવાદમાં ચાલતા ગેરકાયદે કતલખાનાને બંધ કરવા માટે છસ્ઝ્રની કાર્યવાહી સામે હાઈકોર્ટએ ટકોર કરતાં કહ્યું હતું કે, ’જે દુકાનોની ફરિયાદ આવી છે તેમાંથી અમૂક દુકાનો હજુ ચાલુ છે, લાયસન્સ વિનાની તમામ મીટશોપ બંધ થવી જોઈએ અને સીલિંગ કાર્યવાહી કરવાની જરૂર હોય તો એ માટે ટીમ બનાવો.’ જણાવી દઈએ કે આ સુનાવણી સમયે ફૂડ સેફ્ટી કમિશનર પણ ત્યાં હાજર રહ્યાં હતા. આ બાબતે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. જાન્યુઆરી મહિનામાં ડ્ઢન્જીછ (ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી) દ્વારા રાજ્યમાં નગરપાલિકા – મહાનગરપાલિકા વિસ્તારની ૪૩૦૦ થી વધુ મીટની દુકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી લાયસન્સ વગર અને બિનઆરોગ્યપ્રદ મીટ વહેંચતી ૩૨૦૦ થી વધુ દુકાનો ધ્યાને આવતા દુકાનદારો વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં લાયસન્સ વગરની જણાઈ આવેલી ૧૨૪૭ દુકાનોને સીલ કરવામાં આવી છે.

Related posts

અદાણીએ CNGમાં ₹8.13 અને PNGમાં રુ.5.06નો કર્યો ઘટાડો

aapnugujarat

અમદાવાદ : વર્ષ ૨૦૧૯-૨૦નું વધારાના કરવેરા વિનાનું બજેટ

aapnugujarat

કચ્છ રણોત્સવ માણવા ઉમટી પ્રવાસીઓની ભીડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1