Aapnu Gujarat
ગુજરાત

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપ્યા

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. બાવકુદાન કુંચાલાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, રસાલા કેમ્પ ગુરૂદ્રારા સામે, ઝુંપડપટ્ટી પાસે જાહેર જગ્યામાં અમુક મહિલા/પુરૂષો ભેગા થઇ ગંજીપતાનાં પાનાં વડે તીનપતી નો હારજીતનો જુગાર રમે છે.* જે જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબના નામવાળા જુગાર રમતાં ઇસમો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૦,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.

  1. હકાભાઇ છનાભાઇ જસમુળીયા ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહે.ઝુંપડપટ્ટીમાં, રસાલા કેમ્પ ગુરૂદ્રારા સામે, ભાવનગર મુળ-દેવીપુજક વાસ,અકવાડા,ભાવનગર
  2. વિશાલભાઇ અશોકભાઇ જસમુળીયા ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે.ઝુંપડપટ્ટીમાં, રસાલા કેમ્પ ગુરૂદ્રારા સામે, ભાવનગર મુળ-દેવીપુજક વાસ,અકવાડા,ભાવનગર
  3. વર્ષાબેન વા/ઓ રમેશભાઇ કસાભાઇ ચુડાસમા ઉ.વ.૨૨ ધંધો-ભંગારનો રહે.ઝુંપડપટ્ટીમાં, રસાલા કેમ્પ ગુરૂદ્રારા સામે, ભાવનગર મુળ-દેવીપુજક વાસ,તિલકનગર,ભાવનગર આ તમામ ઇસમો વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
    આ સમગ્ર કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. બાવકુદાન કુંચાલા, હરેશભાઇ ઉલવા, સાગરભાઇ જોગદિયા તથા વુમન પો.કોન્સ. જાગૃતિબેન કુંચાલા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Related posts

વિજાપુર ટીબી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

editor

અમદાવાદ : ડેન્ગ્યુ કેસોમાં ૬૨ ટકાથી વધુ ઘટાડો થયો

aapnugujarat

અમદાવાદ બજારમાં કેરીનું આગમન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1