Aapnu Gujarat
ગુજરાત

આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાં અંતર્ગત લાભાર્થી યુગલોને સહાયના ચેક અર્પણ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે ડો. સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ આજે કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ૬ યુગલોને સહાયના ચેક અર્પણ કર્યા હતા.

આ સહાય અંતર્ગત રૂ.૫૦,૦૦૦ની સહાય ઘરવખરી માટે તેમજ રૂ.૫૦,૦૦૦ની સહાય રાષ્ટ્રીય બચત પત્રોની ફિક્સ ડિપોઝીટનાં રૂપે આપવામાં આવે છે.

કલેક્ટરશ્રીએ નવયુગલોને નવજીવનની શુભકામનાઓ પાઠવી નવું લગ્ન જીવન કેવું ચાલે છે ? તેની સહજ ભાવે પૃચ્છા કરી હતી. આ સિવાય લગ્નજીવનમાં આપ્તજનો તેમજ સમાજનો શું અભિપ્રાય છે તેના વિેશે પણ જાણકારી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય વ્યક્તિ સાથે જ્યારે લગ્ન કરવામાં આવે ત્યારે આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ સમાજમાં સામાજીક સમરસતામાં લાવવાનો તેમજ નવવિવાહિત યુગલને તેમની નવી સફર શરૂ કરવાં માટે મદદ કરવાનો છે.

આ સહાયનાં ચેક અર્પણ કરતી વખતે મદદનીશ કલેકટરશ્રી પુષ્પલત્તા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી આર.ડી.પરમાર, યુગલોના સ્નેહી

Related posts

વોલ્વો બસ હળવદ ચાર રસ્તા પાસે ટ્રકમાં ઘુસી ગઈ : વોલ્વો ચાલકનું મોત નિપજ્યું

aapnugujarat

વિજાપુર માર્કેટયાર્ડમાં વડાપ્રધાન મોદીના જન્મદિનની ભવ્ય ઉજવણી

editor

ફલાવર શોમાં લાઇવ કિચન ગાર્ડનનું આકર્ષણ ઉમેરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1