Aapnu Gujarat
ગુજરાત

વોલ્વો બસ હળવદ ચાર રસ્તા પાસે ટ્રકમાં ઘુસી ગઈ : વોલ્વો ચાલકનું મોત નિપજ્યું

અમદાવાદથી ભુજ જતી વોલ્વો બસની બ્રેક ફેઇલ થતાં આજે મોરબી જિલ્લાના હળવદ ચાર રસ્તા પાસે એક ટ્રકમાં ઘુસી ગઇ હતી. આ દુર્ઘટનામાં ખાનગી વોલ્વો બસ ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને વોલ્વો બસના મૃતક ડ્રાઇવરની લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં હળવદની સરા ચોકડી પાસે ખાનગી વોલ્વો બસની અચાનક બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. આ બસ જ્યારે ભુજથી અમદાવાદ તરફ જઇ રહી હતી ત્યારે જ બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. જેના કારણે ખાનગી વોલ્વો બસ ટ્રકની પાછળ જોરદાર ધડાકાભેર ઘૂસી ગઇ હતી. ટ્રક સાથે જબરદસ્ત રીતે અથડાવાના કારણે વોલ્વો બસનો આગળનો ભાગ અને ટ્રકનો પાછળનો ભાગ એકદમ ભુક્કો બોલી ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, વોલ્વો બસના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજયું હતું. જો કે, આ અકસ્માતમાં બસ ચાલક સિવાય અન્ય કોઇ મુસાફરને ઇજા નહી થતાં મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતને પગલે લોકાના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્‌યા હતાં. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

अपनी हरकतों से हंसी के पात्र बने है राहुल : योगी का आरोप

aapnugujarat

દલિત અત્યાચાર મામલે અનુસુચિત જાતિ હિત રક્ષક સંઘનાં સભ્યોએ ગૃહમંત્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું

aapnugujarat

મહિલા કોન્સ્ટેબલના પ્રેમ પ્રકરણનો વિવાદ : ડીવાયએસપી પંચાલના નામે મહિલા તબીબે આપેલ ધમકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1