Aapnu Gujarat
ગુજરાત

દલિત અત્યાચાર મામલે અનુસુચિત જાતિ હિત રક્ષક સંઘનાં સભ્યોએ ગૃહમંત્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું

રાજ્યમાં વધી રહેલાં દલિત અત્યાચારો મામલે અનુસુચિત જાતિ હિત રક્ષક સંઘનાં સભ્યોએ રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
થોડા દિવસ પહેલાં જ થાનગઢમાં થયેલી દલિત હત્યા મામલે સંસ્થાનાં સભ્યોએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળી જ્યાં જ્યાં દલિત વસ્તી હોય ત્યાં એસઆરપી પોઈન્ટ મૂકવાની અથવા તો તેમને પુરતુ સામાજિક અને પોલીસ રક્ષણ મળે તેની માંગ કરી હતી. અનુસુચિત જાતિનાં લોકો પર અલગ – અલગ બહાના હેઠળ અત્યાચાર વધી રહ્યાં છે અને તેઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યાં છે, જે લોકો આવા ગુના કરે છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી હતી.
સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી રતિલાલ વર્મા (પૂર્વ સાંસદ), પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા, જ્યંતિભાઈ સુતરીયા, અમૃતલાલ પરમાર, ટી.કે.પરમાર, મુકેશભાઈ કોલસાવાલા, દેવેન વર્મા, ડૉ. હસમુખભાઈ પરમાર, પ્રવિણભાઈ શ્રીમાળી, પી.કે.વાલેરા, લાખાભાઈ (રોજીદવાળા), દેવેન્દ્ર વર્મા, મગનભાઈ પરમાર સહિતનાં આગેવાનોએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
આવેદનપત્ર સ્વીકાર્યા બાદ રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ થાનગઢમાં થયેલી દલિત હત્યા સહિત અત્યાચારો મામલે સરકાર કડક પગલા લેશે તેવી ખાતરી આપી હતી.

Related posts

વધતી જતી ગરમી વચ્ચે ઝાડા ઉલ્ટીના ૭૨૭ કેસો સપાટીએ

aapnugujarat

ઓઢવ ચિલ્ડ્રન હોમમાંથી ફરાર સગીરાઓને પરત લવાઇ

aapnugujarat

શહેરમાં ચિકનગુનીયાના કેસમાં ૬૮ ગણો વધારો થતાં તંત્ર ચિંતિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1