Aapnu Gujarat
ગુજરાત

ઓઢવ ચિલ્ડ્રન હોમમાંથી ફરાર સગીરાઓને પરત લવાઇ

શહેરના ઓઢવ નારી સંરક્ષણ ગૃહના ચિલ્ડ્રન હોમમાંથી ગઇ મોડી રાત્રે બે સગીરાઓ ફરાર થઇ જતાં નારી સંરક્ષણ ગૃહના સત્તાવાળાઓની સાથે સાથે પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. ફરી એકવાર બે સગીરાઓ ઓઢવના નારી સંરક્ષણ ગૃહના ચિલ્ડ્રન હોમમાંથી ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, પોલીસ તંત્રની ભારે શોધખોળ અને દોડધામ બાદ ગણતરીના કલાકોમાં બંને સગીરાઓની ભાળ મળી જતાં અને તેઓને હેમખેમ સહીસલામત ચિલ્ડ્રન હોમમાં પરત લાવવામાં આવી હતી, જેને પગલે તંત્રની સાથે સાથે નારી સંરક્ષણ ગૃહના સત્તાવાળાઓએ હાશકારો અનુભવ્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઓઢવ નારી સંરક્ષણ ગૃહના ચિલ્ડ્રન હોમમાંથી ગઇ મોડી રાત્રે બે સગીરાઓ બારીની ગ્રીલ તોડી દુપટ્ટા મારફતે નીચે ઉતરી પાછળની સોસાયટીમાં થઇ ફરાર થઇ ગઇ હતી. ચિલ્ડ્રન હોમમાંથી બે સગીરા ફરાર થવાની ઘટનાને લઇ જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. ઓઢવ પોલીસને જાણ થતાં પોલીસ તંત્ર પણ સગીરાઓને શોધવા માટે દોડતું થઇ ગયું હતું. ભારે શોધખોળ અને સગીરાઓના સંપર્ક સ્થાનો પર ભાળ મેળવવાના પ્રયાસો કરતાં એક સગીરા તેના મામાના ત્યાંથી પકડાઇ ગઇ હતી, જયારે બીજી સગીરા કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી પકડાઇ ગઇ હતી. બંને સગીરા પોતાના પ્રેમીને મળવા માટે ફરાર થઇ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી પરંતુ તેમાં કેટલું સત્ય છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં સગીરાઓની ભાળ મેળવી તેઓને સહીસલામત હેમખેમ ઓઢવ નારી સંરક્ષણ ગૃહના ચિલ્ડ્રન હોમમાં પરત સોંપતા નારી સંરક્ષણ ગૃહના સત્તાવાળાઓએ પણ રાહતનો દમ લીધો હતો અને પોલીસનો આભાર માન્યો હતો. જો આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ અને બધાને દોડધામ કરવી પડી હતી. સાથે સાથે આ બનાવે ગૃહની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

Related posts

ખોટા કેસમાં ફસાવવા ધમકી આપીને તોડ કરનાર પકડાયા

aapnugujarat

બોડેલીમાં રોશની યંગ સર્કલ કમિટી દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો

aapnugujarat

હિન્દુ યુવકનું હૃદય મુસ્લિમ યુવકમાં ધબકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1