Aapnu Gujarat
ગુજરાત

વિશ્વભરમાં ૨૫૩ અબજ લોકો અંધત્વથી પીડાય છે : દ્રષ્ટિ દિનની ઉજવણી કરાઈ

શહેરની એલ.જી.હોસ્પિટલ ખાતે નગર સ્કૂલ ઓફ ઓપ્ટોમેટ્રીકના સહયોગથી દ્રષ્ટિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે ઓકટોબર મહિનાના બીજા ગુરૂવારે દુનિયાભરમાં દ્રષ્ટિ દિનની ઉજવણી થાય છે અને વિશ્વ અંધત્વ નિવારણના ભાગરૂપે આ દિવસ ઉજવાય છે. આ પ્રસંગે એલ.જી.હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.રાજેશ શાહે જણાવ્યું હતું કે, વિશ્વરભરમાં આજે આશરે ૨૫૩ અબજ લોકો અંધત્વથી પીડાઇ રહ્યા છે, જેમાંથી આઠ અબજ લોકો તો ભારતમાં અંધત્વનો શિકાર બન્યા છે. પરંતુ મોતિયો, ઝામર, આંખની કીકીના રોગો, ઇન્ફેકશન, ડાયાબિટીસ કે બ્લડપ્રેશર સહિતના કારણોને લઇને આવતું અંધત્વ સમયસર સારવાર લઇને નિવારી શકાય છે. જરૂર છે માત્ર જાગૃતતાની અને સમયસર તબીબી નિદાન લેવાની. અંધાપો મુખ્યત્વે અટકાવી શકાય તેવી બિમારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પોતાના શરીર અને કિંમતી અંગોની કિંમત સમજે તે એટલું જ જરૂરી છે. શરીરમાં આંખ સૌથી મહત્વનું અને કિંમતી અંગ છે અને આંખ વગરના જીવનની કલ્પનામાત્રથી પણ ભયનો પરસેવો છૂટી જાય છે. આ સંજોગોમાં દરેક વ્યકિતએ આંખની કિંમત અને તેનું બહુમૂલ્ય સમજવું જોઇએ. આંખમાં કોઇપણ પ્રકારના ઇન્ફેકશન કે બેકટેરીયલ-વાયરલ ઇન્ફેકશન જોવા મળે કે તરત જ આંખના નિષ્ણાત તબીબની સલાહ લઇ તેનું નિદાન કરવું જોઇએ. આંખની જાળવણી માટે હાથની સફાઇ અને ચોખ્ખાઇ પણ એટલું જ જરૂરી છે કારણે હાથની આંગળીઓ વડે આંખને ચોળવાથી કે હાથથી લૂછવાથી ઇન્ફેકશનના ચાન્સીસ વધી જાય છે. તેથી સ્વચ્છ હાથ, ઉપરાંત ચોખ્ખા રૂમાલ વડે જ આંખો લૂછવાનો આગ્રહ રાખવો જોઇએ. ડો. રાજેશ શાહે ઉમેર્યું કે, આંખોમાં પિયા વળવાની શરૂઆત થાય કે તરત જ તબીબી નિદાન કરાવી લેવું જોઇએ. ડાયાબિટીસથી નેત્રપટલના પડદામાં ઇજા થતી હોય છે અને બ્લડપ્રેશર વધી જાય ત્યારે ઘણીવાર નેત્રપટલનું હેમરેજ થતું હોય છે અને વ્યકિત અંધાપાનો ભોગ બનતી હોય છે. આ સંજોગોમાં આંખની નાની બાબત પણ નજરઅંદાજ કરવી જોઇએ નહી અને તે પરત્વે જાગૃતતા રાખી તાત્કાલિક તબીબી સારવાર લેવામાં સંકોચ કે વિલંબ કરવો જોઇએ નહી. આ પ્રસંગે એલ.જી.હોસ્પિટલમાં ચક્ષુદાન બેંક કાર્યરત કરવાના હેતુસર ચક્ષુદાનનું મહત્વ સમજાવતા અને એએમસી મેટ કોલેજના વિદ્યાર્થીઓને અંધત્વ નિવારણ મુદ્દે ડો.રાજેશ શાહ સહિતના નિષ્ણાત મહાનુભાવોએ જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડયા હતા. નિષ્ણાત તજજ્ઞોએ અનુરોધ કર્યો હતો કે, અંધત્વ નિવારણના ઉમદા આશયની પરિપૂર્તિ માટે સમાજમાં લોકોની જાગૃતિ પણ એટલી જ જરૂરી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

દલિત પરિવારની દુખદ ઘટના બાદ પોલીસ મહાનિદેશકના નેતૃત્વમાં સીટની રચના થઈ

aapnugujarat

આગામી દિવસોમાં મારું શહેર કોરોના મુક્ત શહેર અભિયાન શરૂ કરાશે : પ્રદીપસિંહ જાડેજા

editor

આજી નદીના પટમાંથી મળી આવેલું માથું અમદાવાદના ગુમ બાળકનું હોવાની શંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1