Aapnu Gujarat
ગુજરાત

ખોટા કેસમાં ફસાવવા ધમકી આપીને તોડ કરનાર પકડાયા

પાલડી વિસ્તારમાં શારદા મંદિર પાસે માનવ સેવા ટ્રસ્ટના અનાજ વિતરણના કાર્યક્રમ દરમ્યાન સેવા આપનાર એક મહિલાએ ખાખી કપડા પહેર્યા હોવાથી બે હોમગાર્ડઝ જવાનોએ હોમગાર્ડઝ પાસે કામ કરાવો છો અને ખોટા કેસમાં ફસાવી દેવાનો દમ મારી માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી પાસેથી તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ટ્રસ્ટીએ પાલડી પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક આવીને બંને હોમગાર્ડઝ જવાનોને પકડી લીધા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, લાંભા ગામમાં વૃદ્ધાશ્રમ ધરાવતા માનવ સેવા ટ્રસ્ટ દ્વાર દર વર્ષે દિવાળીએ વૃધ્ધ, અંધ, વિધવા બહેનોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવે છે. રવિવારે પાલડી વિસ્તારમાં શારદા મંદિર પાસે અમ્યુકોના ખુલ્લા પ્લોટમાં ચાલી રહેલા આ અનાજ વિતરણ કાર્યક્રમ દરમ્યાન રાજશ્રીબહેન પાઠક નામની મહિલા ખાખી કપડા પહેરી સેવા બજાવી રહ્યા હતા ત્યારે ભીખાભાઇ ત્રિકમભાઇ સોલંકી અને અશોકભાઇ નાથાલાલ મકવાણા નામના બે હોમગાર્ડઝ જવાનો ત્યાં આવ્યા હતા અને આ મહિલા હોમગાર્ડ છે અને હોમગાર્ડ પાસે તમે કામ કરાવો છો એમ કહી દમ માર્યો હતો અને રૂ.૧૫૦૦ની માંગણી કરી હતી. જેથી રાજશ્રીબહેને ટ્રસ્ટના ટ્રસ્ટી સંદીપભાઇ શાહને બોલાવ્યા હતા. સંદીપભાઇએ પૈસા આપવાની ના પાડતાં બંને હોમગાર્ડ જવાન ઉશ્કેરાઇ ગયા હતા. જેથી સંદીપભાઇએ પાલડી પોલીસને જાણ કરતાં પોલીસે ત્યાં આવી બંને તોડબાજ હોમગાર્ડને ઝડપી લીધા હતા.

Related posts

પત્નીએ પતિને રંગેહાથ પકડ્યો

aapnugujarat

હસમુખ પટેલે અમદાવાદ પૂર્વ બેઠકથી નામાંકન કર્યું

aapnugujarat

વાદળછાયુ વાતાવરણ વચ્ચે અમદાવાદમાં પારો ૪૧ હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1