Aapnu Gujarat
ગુજરાત

વધતી જતી ગરમી વચ્ચે ઝાડા ઉલ્ટીના ૭૨૭ કેસો સપાટીએ

સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે.ગરમીના પ્રમાણમાં વધારો થતાં પાણીજન્ય રોગોના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો માત્ર ૩૧ દિવસના ગાળામાં જ માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના ૭૨૭, કમળાના ૧૯૬, ટાઇફોઇડના ૨૭૯ કેસ સપાટી ઉપર આવ્યા છે. જ્યારે માર્ચ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૬ કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો માર્ચ મહિનાના ૩૧ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૯૯ કેસ આ મહિનામાં સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૯ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૨૧ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા છે. માર્ચ ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૬૭૨૫૮ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં ૩૧મી માર્ચ સુધીમાં ૮૨૬૬૧ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી કુલ ૧૭૪૯ અલગ અલગ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર થયા હતા. ફેબ્રુઆરી ૨૦૧૮માં ૧૨૩ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૦ અપ્રમાણિત જાહેર થયા હતા. ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૧૬૨ અલગ અલગ નમૂના લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે.
આમ આ મોસમમાં મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યા વધવી જોઈએ એના બદલે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસો વધવા પામતા મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થવા પામી છે. ગત વર્ષે પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગની સ્થિતિ લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ ન થવાના કારણે વકરવા પામી હતી. આ વખતે પણ સ્થિતિ આવી જ રહે તેવી શક્યતા છે.

Related posts

સુરતમાં નોટબંધી મુદ્દે આમ આદમી પાર્ટીના દેખાવો

aapnugujarat

લીંબડીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

editor

फन करने के लिए घर से भागे दानीलिमिडा के तीन बच्चे, मुंबई की बारिश देख लौटे वापस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1