Aapnu Gujarat
ગુજરાત

અસ્તિત્વની જંગ લડતો ઇડરીયો ગઢ, આજે ઈડર સ્વયંભૂ બંધ

ઇડર ગઢ એના ઐતિહાસિક વારસા માટે જાણીતું છે ત્યારે એના અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યું છે.ઇડર ગઢ ખનનને લઈ આજે ઇડર બંધ પાડવામાં આવ્યું છે.આ બંધને ઇડરની પ્રજાએ સમર્થન આપ્યું છે. ઇડર શહેરના બજારો સહીત પાથરણાં ઇડર બંધમા જોડાઇને ધંધા રોજગાર બંધ રાખ્યા છે. આ ગઢ પર ખનીજ માફિયાઓએ અડ્ડો જમાવતા તેના અસ્તિત્વ પર જોખમ મંડરાયું છે.ઇડર ગઢ પર ચાલતા ખનન કામને અટકાવવા માટે ઇડર ગઢ બચાવો સમીતી એ ઇડર બંધનુ એલાન કર્યુ હતુ. થોડા દિવસ પહેલા ઇડર ગઢ બચાવો સમીતી અને સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા શહેરમા પત્રિકા વિતરણ કરી બંધમા જોડાવવા કરી હતી. ઈડર બંધને લઈ કોઈ અનિચ્છનીય બનાવના બને તેને ધ્યાનમા રાખી શહેરમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.ઇડરગઢ પર ચાલતા ખનનકામને અટકાવવા ઇડરના શહેરીજનો અને ઇડર ગઢ પ્રેમીઓએ આ બંધ ને સહકાર આપ્યો છે.

Related posts

શરાબ પીવા કેમ નથી આવતો કહી વાડજ પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલને ફટકાર્યો

aapnugujarat

સાબરકાંઠાની આંગણવાડીઓમાં ભૂલકાઓને સુખડીનું વિતરણ

editor

ભાજપ ગાંધી-સરદાર પટેલના વિચારોને નાબૂદ કરવા ઇચ્છુક : જ્યોતિરાદિત્યસિંહ સિંધિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1