Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકા કિસાન એકતા સમિતિએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનાં કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેમાં ઉભા પાકને તો ખૂબજ મોટાપાયે નુકસાન થતાં ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય વળતર મળી રહે તે માટે માંગ કરવામાં આવી રહી છે જેનાં ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તાર માં ગુજરાત કિસાન એકતા સમિતિ દ્વારા ખેડૂતોની માંગણીને લઈ ઠેર ઠેર આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજરોજ કાંકરેજ તાલુકા કિસાન એકતા સમિતિના પ્રમુખ રામજી રાયગોરના માધ્યમથી કાંકરેજ મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું જેમાં ચાલુ વર્ષ વરસાદના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને વાતાવરણમાં પલ્ટો આવતાં ઉભા પાકને પણ ભારે નુકશાન થયું છે. સરકાર દ્વારા યોગ્ય ધોરણે ખેડૂતોને ખેતીના પાકમાં થયેલ નુકસાન અંગે વળતર આપે તેવી માંગ કરી હતી.
(તસવીર / અહેવાલ :- મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

अहमदाबाद पुलिस आयुक्त ने शहर में बिना अनुमति के चल रहे पाठशालाओं और कालेजों की मांगी सूची

aapnugujarat

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંગે બેઠક યોજાઈ

editor

વડોદરા શહેરમાં હથિયારબંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1