Aapnu Gujarat
ગુજરાત

વીરપુરમાં દીપડાએ બાળકી પર કર્યો હુમલો

પાવી જેતપુર તાલુકાના વીરપુર ખાતે દીપડાએ ૧૦ વર્ષીય બાળકી પર હુમલો કરતા બાળકી ગંભીર રૂપથી ઘાયલ થઈ હતી જેને પ્રાથમિક સારવાર બાદ વડોદરા રિફર કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વીરપુર ગામમાં રહેતાં મંગાભાઈની રાઠવાની ૧૦ વર્ષીય દીકરી રમીલા સાંજના સમયે ઘરની બહાર લઘુશંકા કરવા નીકળી હતી ત્યારે બાજુનાં ખેતરમાં છુપાઈ રહેલો દીપડો અચાનક બાળકી ઉપર ત્રાટક્યો હતો અને તેને ગળાના ભાગેથી પકડીને ઘસળીને દૂર સુધી ખેતરમાં લઈ ગયો હતો. બાળકીએ બુમાબુમ કરતા તેના પિતા મંગાભાઈ તેની પાછળ દોડતા દીપડો બાળકી રમીલાને છોડીને ભાગી ગયો હતો. દીપડાનો શિકાર બનેલી રમીલાને ગળાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેને લઈ ૧૦૮ને બોલાવતા ડુંગરવાંટ ૧૦૮ના ઇ.એમ.ટી. રવિ સોલંકી અને પાઇલોટ ગોપાલ સોલંકીએ તાત્કાલિક વિરપુર પહોંચીને બાળકીને લઈને પાવી જેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને બાળકીને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જીલ્લામાં દીપડાની નોંધપાત્ર સંખ્યા જોવા મળે છે પરંતુ પાવી જેતપુર તાલુકામાં દીપડો માનવ વસ્તીમાં આવી જઈને હુમલા કરવાના બનાવો બની રહ્યા છે જેની સામે વન વિભાગ નિંદ્રાધીન હોય તેવું જણાઈ રહ્યું છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી બોડેલી છોટા ઉદેપુર)

Related posts

ભુપેન્દ્ર પટેલની સરકાર આવ્યા બાદ બદલીને લઈ IAS, IPS ની ચિંતા વધી

editor

દૂધસાગર ડેરીમાં પૈસા આપવા નથી અને મારી પાસેથી વસૂલાત કરવી છે વિપુલ ચૌધરી

aapnugujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા કુમારખાણ ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1