Aapnu Gujarat
ગુજરાત

ભુપેન્દ્ર પટેલની સરકાર આવ્યા બાદ બદલીને લઈ IAS, IPS ની ચિંતા વધી

પૂર્વ મુખ્યમંત્રી રુપાણીના સત્તા છોડતા પહેલાં જ મોટાપાયે આઇએએસની બદલીઓનો ગંજીપો ચીપાયો હતો. એ ફેરબદલ સ્વાભાવિક પણે જ આગામી ૨૦૨૨ની ચૂંટણીને ધ્યાનમા લઇને કરવામા આવી હતી. પરંતુ હવે રુપાણી જ ન રહેતા બદલી લઇને નવા ડિપાર્ટમેન્ટમાં જઇને માંડ સેટ થયેલા આઇએએસ અધિકારીઓને ફડક પેઠી છે કે હજુ માંડ- માંડ તેઓ નવા ડિપાર્ટમેન્ટમાં આવીને ઠરીઠામ થયા છે ત્યાં શું ફરીથી ભૂપેન્દ્ર સરકાર તેમને બદલશે? એ ફડકમાં હાલ તેઓ તેમના ડિપાર્ટમેન્ટના મોટા ર્નિણયોને લઇને દ્વીધામાં છે. તો વળી કી પોઝિશન પર બિરાજેલા કેટલાક અધિકારીઓ રુપાણી લોબીના નહીં હોવા છતાં તેમને લાગી રહ્યુ છે કે ભૂપેન્દ્ર પટેલ તેમના સ્થાને હવે પોતાના વિશ્વાસુને મૂકશે. આમ આ પ્રવાહી સ્થિતિ એ તમામ અધિકારીઓને અસમંજસમાં મૂકેલા છેગુજરાતની એજ્યુકેશન સિસ્ટમ ને ધરમૂળથી બદલીને તેને એક સ્તર સુધી લઇ જવા માટે સતત મહેનત કરનારા અધિકારી વિનોદ રાવ ને જશના બદલે જાેડા પડ્યા છે! સૂતાં સૂતાં નોકરી કરવાની જેમને આદત પડી છે તેવા શિક્ષકો અને રેઢીયાળ એજ્યુકેશન સિસ્ટમને લઇને વિનોદ રાવે છેલ્લા કેટલાક સમયમાં ઘણા આંચકા જનક ર્નિણયો કર્યા છે. પરિણામે એજ્યુકેશન સિસ્ટમ સાથે સંકળાયેલા મોટાભાગના શિક્ષકો અને કર્મચારીઓ ઇચ્છે છે કે કોઇપણ કાળે વિનોદ રાવને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી હટાવવામાં આવે. જાેકે, તેમની એ આશા ફળીભૂત થતી નથી. એટલે અવારનવાર તેઓ રાવને લઇને કોઇને કોઇ ગૂગલી સોશિયલ મીડિયા માં નાંખતા રહે છે. એમાંની જ આ વીકની સૌથી હોટ ગૂગલી એ હતી કેઃ ‘વિનોદ રાવને હવે પીએમઓમાં પોસ્ટિંગ મળ્યુ છે. વિનોદ રાવને અભિનંદન…’ આ મેસેજ એ હદે સ્પ્રેડ થયા કે વિનોદ રાવ લોકોને ટેલિફોનિક અભિનંદનના ખુલાસા આપતાં આપતાં થાકી ગયા. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જમીનની કોઇપણ અરજી હોય કે ૨૫ લાખ રુપિયાથી મોટી કોઇ પણ વસ્તુ હોય તો તે મુદ્દે એફઆઇઆર નોંધતા પહેલા સીપીની મંજૂરી લેવી જરુરી છે- તેવો એક ર્નિણય કર્યો છે. પરંતુ, અમદાવાદના એક ડીસીપી સીપીની ઉપરવટ જઇને જમીનની અરજીઓ અને નાણાની લેતીદેતીની અરજીઓ ડાયરેકટ એમની ઓફિસમા મંગાવે છે અને જાતે જ તપાસ કરે છે. જ્યારે સીપીના ધ્યાનમાં આવ્યુ ત્યારે , તેમણે આ અધિકારીને ચેતવણી આપી હતી, એટલું જ નહીં સરકારમાં તેમના વિરુદ્ધ લખવાના પણ હતા. પરંતુ, વોર્નિંગથી સુધરી જશે તેવું માની લખવાનુ માંડી વાળેલું. જાેકે, હજુ આ અધિકારી સુધર્યા નથી. સીપીની ઉપરવટ જઇને અરજીઓ મુદ્દે તોડપાણી અને સમાધાનની બેઠકો તેમની ઓફિસમાં જ થાય છે. હાલ પાંચ પૈસાના ભાગમાં તેઓ નડિયાદમાં એક બિલ્ડિંગ સ્કીમ તેઓ ઊભી કરી રહ્યા છે. ૧૯૯૬ બેચના એક આઇપીએસ હાલ ગુજરાત સરકારમાં એડીશનલ ડીજી છે. ગયા વર્ષે તેઓ બીએસએફના ડેપ્યુટેશન પરથી પરત આવ્યા તા. ત્યારબાદ તેમને એસઆરપીના ઇન્ચાર્જ ડીજી બનાવાયા હતા. પરંતુ ૯૯૫ની બેચના એક અધિકારી કેન્દ્રના ડેપ્યુટેશન પરથી પરત આવતા તેમને આર્મસ યુનિટના એડીશનલ ડીજી બનાવાયા અને ૧૯૯૬ની બેચના બીએસએફ ડેપ્યુટેશન પર ગયેલા અધિકારી તેમનાથી જુનિયર હોવાથી તેમને રાજકોટ યુનિટમાં એડીશનલ ડીજી બનાવાયા હતા. પરંતુ આ અધિકારી રાજકોટ રુબરુ જવાને બદલે ગાંધીનગર ડીજીપી ઓફિસ બેઠા જ સમગ્ર વહીવટ ચલાવે છે. એટલું જ નહી રાજકોટથી તમામ ફાઇલો પણ ડીજીપી ભવન મંગાવાય છે. ન તો ડીજીપી આશિષ ભાટિયા તેમનો રાજકોટ નહી જવા મુદ્દે જવાબ માંગે છે, ન તો આર્મસ યુનિટના હેડ કે જેઓ આ અધિકારીના સિનિયર છે- તેઓ તેમનો કોઇ રિપોર્ટ લે છે. આ અધિકારીએ ખરેખર તો રાજકોટ ઓફિસમાં હાજર રહેવું પડે પરંતુ, એના બદલે કોની રહેમ નજર હેઠળ તેઓ ડીજીપી ઓફિસ બેઠાં બેઠાં વહીવટ ચલાવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના રાજીનામાં બાદ હવે અફવાઓના સીમાડા વંડી ઠેકીને સીએમઓથી પોલીસ ભવન સુધી પહોંચ્યા છે. વાતમાં કોઇ દમ નથી પરંતુ, ગાંધીનગરના ગલિયારામાં એ મુદ્દો ગરમ છે કે ડીજીપી આશિષ ભાટિયાની તબિયત છેલ્લા ઘણાં સમયથી નાદુરસ્ત રહે છે. તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે. એટલુ જ નહીં, જાે આશિષ ભાટિયાનું વીઆરએસ મંજૂર થાય તો નવા ડીજીપી કોણ? ત્યાં સુધીના ગણિત પણ લોકોએ માંડી દીધા છે. છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતના રાજકારણમાં જે ધરખમ ફેરફારો આવ્યા છે, જે પ્રકારે પૂર્વ મુખ્યમંત્રીનુ રાજીનામું લેવાયું છે અને પાછલા બારણેથી હુકમના એક્કા તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ ખુલ્યુ છે તેને લઇને આઇએએસ અને આઇપીએસ લોબી સન્નાટામાં છે. કેટલાય અધિકારીઓ એવા છે જેમને હજુ કળ નથી વળી રહી, એવા આઘાતમાં છે. જેઓ અત્યાર ધી રુપાણીની નિશ્રામાં ફુલ્યા ફાલ્યા હતા તેમને ચિંતા પેઠી છે કે હવે એમનુ શું થશે? રુપાણીના માણસ જાણીને સાવ એમને કિનારે તો નહીં કરી દેવાય ને? પોતાનું અસ્તિત્વ જાળવવા તેઓ ઇચ્છી રહ્યા છે કે રુપાણીને પણ ઝડપથી સેન્ટ્રલમાં સત્તાનુ સ્થાન મળે. જાે સાહેબ આગળ જશે તો તેઓ તેમને પણ ટીમ તરીકે સાથે લઇ જશે, તેવી તેમની ધારણા છે.

Related posts

રવિવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સતત બીજા વર્ષે એમજી વડોદરા મેરેથોનને પ્રસ્થાન કરાવશે

aapnugujarat

કેલિયા વાસણામાં વણકર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

અલ્પેશ કથીરિયાના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા

editor

Leave a Comment

UA-96247877-1