Aapnu Gujarat
ગુજરાત

કેલિયા વાસણામાં વણકર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જિલ્લાનાં કેલિયા વાસણા ગામમાં એકતા સમિતિ દ્વારા ગત રવિવારના રોજ વણકર સમાજનાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જેમાં વર્ષો જૂની અંધશ્રદ્ધા જેવી કે વિધવા મહિલાઓ દ્વારા શુભ કાર્ય ના કરાવી શકાય તેવી અંધશ્રદ્ધાને તિલાંજલિ આપીને ગામની વિધવા મહિલાઓ દ્વારા દીપ પ્રાગટય કરાવવામાં આવ્યું, ગામના ૭૦ વર્ષથી વધુ વયના વૃદ્ધ પુરુષો/મહિલાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
ગામના યુવાજનો કે જેઓ દેશની રક્ષા કાજે સરહદ પર અમૂલ્ય ફરજ નિભાવી રહ્યા છે તેવા રક્ષા કર્મીઓનું પરિવાર સહ શાલ ઓઢાડી દેશભક્તિના સન્માનીય ગીતો સાથે સન્માન કરવામાં આવ્યું, ત્યારે આખા ગામના ગ્રામજનોની આંખો જળજલિત થઈ ગઈ. ગામના આગેવાનો કે જેઓ એનેક ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર ફરજ નિભાવી રહેલ છે તેમનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
ગ્રામજનોને વ્યસન મુક્ત કરાવ્યા. ગામના એક સદસ્ય જગદીશ રાજપાલ કે જેઓ વણકર સમાજના ૪૫ પસંદગી ગ્રુપમાં સંકળાઈને આખા ગુજરાતમાં લગ્નોત્સુક ઉમેદવારો માટે ઉત્ક્રુષ્ટ સેવા આપી રહ્યા છે તેમનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

Related posts

ગુજરાતમાં ૪૬ ટકા સુધી ઓછો વરસાદ

aapnugujarat

પદ્માવતના રિલિઝ અંગેની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ટળી

aapnugujarat

લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર દિવ્યાંગ માટે મતદાન કેન્દ્ર હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1