Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ૪૬ ટકા સુધી ઓછો વરસાદ

દેશમાં મોનસુનની સિઝન ચાલી રહી છે ત્યારે હજુ સુધી દેશમાં જ્યાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત પણ સામેલ થયું છે. દેશમાં ગુજરાત રેઇન ડેફિસિટના મામલામાં બીજા સ્થાને છે. ગુજરાતમાં સામાન્યરીતે ૧૫૩.૪ મીમી વરસાદ પડે છે પરંતુ હજુ સુધી ૮૨.૧ મીમી વરસાદ થયો છે. એટલે કે ૪૬ ટકા ઓછો વરસાદ રહ્યો છે. મણિપુરમાં ૬૮ ટકા ઓછો વરસાદ પડ્યો છે. લક્ષ્યદ્વીપમાં ૪૦ ટકા, ઉત્તરપ્રદેશમાં ૩૯ ટકા અને નાગાલેન્ડમાં ૩૧ ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે. આ વખતે જે જિલ્લાઓમાં ખુબ ઓછો વરસાદ થયો છે તેમાં દેવભૂમિ દ્વારકામાં સામાન્ય ૧૩૬.૧ મીમીની સામે માત્ર ૮.૨ મિમી વરસાદ થયો છે. કચ્છમાં ૯૩ ટકા, સુરેન્દ્રનગરમાં ૮૬ ટકા, પોરબંદરમાં ૮૪ ટકા, રાજકોટમાં ૭૯ ટકા અને અમદાવાદમાં ૭૮ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે. હજુસુધી રાજ્યમાં સરેરાશ વાવણી વિસ્તાર પૈકી ૧૦ ટકા વિસ્તારમાં જ વાવણી થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ સુધી ગુજરાતમાં ૧૫૨ મીમી વરસાદ થઇ જવાની જરૂર હતી પરંતુ માત્ર ૮૨ મીમી જેટલો વરસાદ થયો છે. ઓછો વરસાદ થવાના લીધે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગતિ હજુ જોવા મળી નથી. મોનસુનમાં ગુજરાતમાં ૮૫.૬૫ લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી કરવામાં આવે છે. આ વર્ષે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી માત્ર ૧૦ ટકા અથવા તો ૮.૬ લાખમાં જ વાવણી કરવામાં આવી છે. અધિકારીઓના કહેવા મુજબ આ વર્ષે વાવણી વિસ્તારમાં ઘટાડો થયો છે. છઠ્ઠી જુલાઈના દિવસે દેશમાં જે આંકડા મળ્યા છે તે મુજબ ઓછો વરસાદ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, રાજ્યમાં મોનસુનની ગતિની હજુ રાહ જોવામાં આવી રહી છે. રાજ્યમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો વરસાદ હજુ સુધી પડ્યો છે. અમદાવાદમાં પણ આવી જ સ્થિતિ છે.

Related posts

સાંસદ મનસુખ વસાવાના હસ્તે નવાવાધપુરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લુ મુકાયું

aapnugujarat

આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતાં ત્રણની ધરપકડ

aapnugujarat

મોજીદડ ખાતે પ્રા.શાળાના આચાર્યની ઘોર બેદરકારી

editor

Leave a Comment

UA-96247877-1