Aapnu Gujarat
ગુજરાત

આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતાં ત્રણની ધરપકડ

શહેરના પંચવટી વિસ્તારમાં આવેલી હોટલમાં રૂમ ભાડે રાખી આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતાં મુંબઈ ના બે પિતરાઈ ભાઈ સહિત ત્રણ બુકીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે ત્રણ મોબાઈલ અને રોકડ રકમ કબ્જે કરી છે. પોલીસના આ દરોડને પગલે આઇપીએલ પર સટ્ટો રમાડતાં તત્વોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે સાંજે પંચવટી-ગુલબાઈ ટેકરા રોડ પર આવેલી દેવઆદિ હોટલમાં અચાનક દરોડા પાડયા હતા ત્યારે હોટલમાં રૂમ ભાડેથી રાખી ભાવિક ડગલી નામનો શખ્સ તેના માણસો સાથે આઇપીએલ મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે. દરોડા દરમ્યાન પોલીસે ઘટનાસ્થળેથી આરોપી ભાવિક ડગલી (રહે. પાલડી), વિવેક ઠક્કર (રહે. ઘાટકોપર, મુંબઈ) અને વંશ ઠક્કર (રહે. ઘાટકોપર, મુંબઈ)ની ધરપકડ કરી હતી અને આઇપીએલ પર સટ્ટો રમાડવાના સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી હતી, જેમાં વેબસાઈટના આઇડી આપનારની પણ તપાસ આરંભી હતી. પોલીસે તેમની પાસે રહેલા મોબાઈલમાં તપાસ કરતા ક્રિકેટ સટ્ટાની ચાર વેબસાઈટ ચાલુ જોવા મળી હતી. જેમાં બે અલગ અલગ એકાઉન્ટ ચાલુ હતા. અલગ અલગ આઇડીમાં લાખો રૂપિયાના બેલેન્સના વ્યવહાર પણ મળી આવ્યા હતા. પોલીસે વેબસાઈટના આઈડી આપનાર શખ્સની પણ તપાસ શરૂ કરી આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન – કેચપીટ સાફ કરવા જંગી ખર્ચ કરાયો

aapnugujarat

માર્ગ દુર્ઘટનામાં મોત અને ઇજાના કેસમાં વધારો થયો

aapnugujarat

દાંતા તાલુકાના સરકારી માલ ગોડાઉન ઉપર હલ્લાબોલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1