Aapnu Gujarat
ગુજરાત

દાંતા તાલુકાના સરકારી માલ ગોડાઉન ઉપર હલ્લાબોલ

દાંતા તાલુકાના કેટલાક ખેડૂતો દ્વારા સરકારી માલ ગોડાઉન ઉપર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતાં.દાંતાના સરકારી ગોડાઉનમાં ખેડૂતોના ઘઉ ન લેવાતા હોબાળો મચ્યો હતો. હાલ ગુજરાત રાજ્ય પુરવઠો વિભાગ ના સરકારી ગોડાઉન માં નોડલ એજન્સી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેણે ઘઉં ન લેતાં ખેડૂતો ભારે સૂત્રોચ્ચાર સાથે ગોડાઉનમાં ધસી ગયાં હતાં અને ટેકાના ભાવની માગણી કરી હતી.
તાલુકામાં હાલ ૧૦૦૦ હેકટર જેટલા વિસ્તારમાં ઘઉં નું વાવેતર કરાયું હતું અને આ પાકેલા ઘઉં ખરીદવા સરકાર દ્વારા ૩૪૭ રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરાયો છે.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ ગોડાઉનમાં બેઠેલા સરકારી અધિકારીઓ સરકારના આદેશનું પાલન નથી કરી રહ્યાં. તેમ જ ખેડૂતોને વારંવાર ધક્કા ખવડાવી રહ્યાં છે. પરિણામે ખુલ્લાં બજારમાં ૨૯૦ થી ૩૦૦ સુધીનો જ ભાવ મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ ચીમકી ઉપચારી છે કે જો ૭ થી ૧૦ દિવસમાં ટેકાના ભાવે અનાજ નહીં ખરીદાય તો ખેડૂતો આત્મ વિલોપન કરશે.જોકે આ બાબતે દાંતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ જણાવ્યું હતું કે અનાજ ટેકાના ભાવે ખરીદવા કોઈ સત્તા અપાઇ નથી અને જો ખેડૂતોને એપીએમસીમાં બજારના ભાવે ન પોષાતું હોય તો તેમને સરકારી ગોડાઉનમાં મોકલવામાં આવે છે.

Related posts

રખડતા ઢોરની સમસ્યા અકબંધ

aapnugujarat

ડભોઈમાં જર્જરિત ટાંકી તૂટશે તો તેનું જવાબદાર કોણ ?

editor

અમદાવાદમાંથી અંગ્રેજી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1