Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાંથી અંગ્રેજી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદના ઓઢવમાં વિદેશી દારૂ બનાતવતી ફેક્ટરી ઝડપાઈ છે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અંગ્રેજી દારૂ બનાવવાની ફેક્ટરી ઉપર રેડ પાડવામાં આવી છે. પહેલી વાર આવી કોઈ ફેક્ટરી પકડાઈ છે જ્યાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બનાવવામાં આવતો હોય છે.આ ફેક્ટરી કૃખ્યાત બુટલેગર અશોક મારવાડી દ્વારા ચલાવવામાં આવતુ હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યુ છે.
વારંવાર પોલીસ હાથે ઝડપાઈ જવાને લીધે ફેક્ટરીની આડમાં ત્યાં જ દારૂનું ઉત્પાદન કરી અને પહોંચાડવાની નવી મોડેશ ઓપરેન્ડી પોલીસે ઝડપી પાડી છે.રાજસ્થાનની સરહદે આવેલા થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી ચોખાના કટ્ટાના આડમાં સંતાડેલો દારૂ ભરેલુ કંન્ટેનર થરાદ હદમાં પ્રવેશતાં પોલીસના હાથે ઝડપાઈ જતાં પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદ પોલીસને ખાનગી બાતમી મળી હતી કે વિદેશીદારૂ ભરેલુ કંન્ટેનર આવી રહ્યુ છે જેને લઈને જીલ્લા પોલીસવડાની સૂચના હેઠળ ડીવાયએસપી ઉમેશ પટેલના માર્ગદર્શનથી પીઆઈ એ.બી.પટેલ પોલીસ સ્ટાફ સાથે ખોડા ચેકપોસ્ટ પર ખાનગી રાહે વોચ ગોઠવી ઉભા હતા તે દરમ્યાન બાતમી મુજબનુ કંન્ટેનર આવતાં તેને રોકાવી તલાસી લેતાં ચોખાના કટ્ટા મળી આવતાં પોલીસે વધુ તપાસ કરતાં ક્ટ્ટા નીચે સંતાડેલો વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કન્ટેનર સહીત બે ઈસમોની અટક કરી તમામ મુદ્દામાલ થરાદ પોલીસ મથકે લવાયો હતો.ને કન્ટેનરમાંથી રૂ.૮,૩ર,૮૦૦ લાખની કિમતની ૩૪૩ર બોટલ વિદેશીદારૂની બોટલો તેમજ ૧પ લાખ ઉપરાંતની કિમતના ચોખાના ૩૯૬ કટ્ટા સહીત કંન્ટેનર મળી કુલ રૂ.૪૪,૧૭,૮૦૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગાડીના ચાલક સત્યવાન જનમરામ લુહાર રહે હરીયાણા અનેદિપુ માલેકચંદ રાણા રહે હિમાચલ પ્રદેશ વાળા વિરૂધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી .ચોખાના કટ્ટા નીચે સંતાડીને લવાતો વિદેશીદારૂ પોલીસના હાથે ઝડપાઈ જતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ઉઠયો હતો.

Related posts

प.रेलवे ने 37 ट्रेनों को किया रद्द, समुद्री इलाको में भारी बारिश का खतरा बरक़रार : मौसम विभाग

aapnugujarat

૨૫ જુદી જુદી જગ્યા ઉપર પાર્કિંગની સુવિધા ઉભી થશે

aapnugujarat

પંચમહાલમાં યોગ ટ્રેનિંગ પૂર્ણ કરનાર ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત

editor

Leave a Comment

UA-96247877-1