Aapnu Gujarat
રમતગમત

હાર્દિકે ઓસી. સામે કર્યું એવું કામ, નથી કરી શક્યો કોઇ ભારતીય

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાયેલ પ્રથમ વન ડે મેચમાં એક સમયે ભારતીય ટીમે માત્ર ૧૧ રનના સ્કોર પર ટૉચની ૩ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારતીય ટીમની વ્હારે આવ્યો હતો. ફરી એક વખત મુશ્કેલ સમયમાં હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક અને ધોની વચ્ચે ૧૧૮ રનની મહત્વપૂર્ણ ભાગીદારી આ મેચમાં થઇ હતી.
હાર્દિક પંડ્યા આમ તો તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે ત્યારે હાર્દિકે ઓસ્ટ્રેલિયા સામે ટીમનો ધબડકો છતાં હિંમતભેર ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કર્યો હતો. દબાણમાં આવ્યા વિના બેટિંગ કરનાર હાર્દિકે એક સમયે તો ભારતીય ઇનિંગ્સની ૩૮મી ઓવરમાં જામ્પાની બોલિંગમાં સતત ત્રણ બોલ પર ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. એટલું જ નહીં તેણે આ ઓવરમાં ૨૪ રન પણ બનાવ્યા હતા. જો કે, ત્રીજો છગ્ગો ફટકારતાની સાથે જ હાર્દિકે વન ડે ક્રિકેટમાં પોતાની ત્રીજી અર્ધ સદી પણ પૂરી કરી લીધી હતી.હાર્દિક પંડ્યાએ વન ડે ક્રિકેટમાં સતત ત્રણ બોલ પર છ છગ્ગા લગાવ્યા છે ત્યારે તે ત્રીજી વખત આ સિદ્વિ હાંસલ કરી શક્યો છે. આ પહેલા હાર્દિક પંડ્યાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આવું બે વખત કર્યું હતું. પાકિસ્તાન સામે તેણે ત્રણ બોલ પર ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેણે ઇમાદ વસીમની ઓવરમાં ત્રણ બોલ પર ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. બીજી વખત તેણે શાદાબ ખાનની બોલને શિકાર બનાવ્યો હતો. જો કે, તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ શ્રીલંકા સામે એક વખત સિક્સરની હૈટ્રિક લગાવી હતી.હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન ડે મેચમાં પોતાના કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. તેણે સાત નંબર પર બેટિંગ કતરા ૮૩ રન બનાવ્યા હતા. જેમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. આ પહેલા આ રેકોર્ડ રોબિન સિંહના નામે હતો. રોબિન સિંહે ૧૯૯૯માં કોલંબોમાં સાત નંબર પર બેટિંગ કરતા ૭૫ રનની ઇનિંગ્સ રમી હતી. પરંતુ, ઓસ્ટ્રેલિયા સામે ૮૩ રન બનાવી હાર્દિકે રોબિન સિંહને પાછળ મૂક્યો હતો.

Related posts

પર્થ ટેસ્ટ : ભારતની કારમી હાર થતા કરોડો ક્રિકેટ ચાહકો નિરાશ

aapnugujarat

કોહલી આગામી સમયનો સર ડૉન બ્રેડમેન બનશે : ચેપલ

aapnugujarat

વર્લ્ડ કપ થાળીમાં કોઈ પીરસીને નહીં આપે : Rohit Sharma

aapnugujarat

Leave a Comment

UA-96247877-1