Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને નેપાળ સુધી હાઈ-વે ખુલ્લો મુક્યો, ભારત માટે જોખમ

ચીને તિબેટમાંથી પસાર થતાં નેપાળ સુધીનો વ્યૂહત્મક હાઈ-વે ખુલ્લો મુક્યો છે. તેનો ઉપયોગ નાગરિક તેમજ સૈન્ય માટે કરી શકાશે.મીડિયા અહેવાલ પ્રમાણે તેનાથી ચીન દક્ષિણ એશિયામાં સરળતાથી પ્રવેશ કરી શકશે. તિબેટના શિગેજ એરપોર્ટ અને શિગેજ શહેરની મધ્યથી પસાર થતાં ૪૦.૪ કિલોમીટરનો હાઈ વે શુક્રવારે સત્તાવાર રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે.ચીનના આ હાઈ વેનો નાનકડો ભાગ નેપાળ સરહદ સાથે જોડાય છે. હાઈ વેથી એરપોર્ટ અને તેબિટના બીજા સૌથી મોટા શહેર વચ્ચેના અંતરમાં અડધો કલાકનો ઘટાડો થશે.
ગ્લોબલ ટાઈમ્સના નિષ્ણાતોના જણાવ્યું હતું કે તેનાથી ચીન દક્ષિણ એશિયામાં વેપાર તથા સંરક્ષણ સંદર્ભમાં તેની પહોંચને વધારી સંગીન બનાવી શકશે.ભૌગોલિક રીતે દક્ષિણ એશિયા સુધીનો માર્ગ અથવા રેલવે સંપર્ક માટેનો કોઈ પણ વિસ્તાર ભારત, ભૂતાન અને બાંગ્લાદેશ થઈને પસાર થાય છે. ચીનના અધિકારીઓએ અગાઉ કહ્યું જ હતું કે આ પરિયોજના વ્યવહારુ છે અને ભારત સહયોગ આપે તો ભારત તથા ચીન માટે ઈકોનોમી કોરિડોર બનાવી શકાય છે.

Related posts

ઇન્ડોનેશિયામાં 5.7 તિવ્રતાનો ભૂકંપનો ઝાટકો અનુભવાયો

editor

अमेरिका में चीनी नागरिक को 5 वर्ष की सजा

editor

કશ્મીરમુદ્દે સહયોગ માટે પાકિસ્તાન ચીનનું ઋણી છેઃ પાક.સૈન્ય વડા કમર બાજવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1