Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલમાં યોગ ટ્રેનિંગ પૂર્ણ કરનાર ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત

પંચમહાલ જિલ્લાના યોગ ટ્રેનિંગ પૂર્ણ કરનારા કુલ ૨૦ યોગ કોચ અને યોગ ટ્રેઈનર્સને ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી અને કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. બાળકો અને યુવાનોમાં યોગની પ્રવૃતિઓને વેગ મળે અને જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે વર્ષ ૨૦૧૯થી ગુજરાત યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ સતત કાર્યશીલ છેે જે અંતર્ગત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ ૧૨૬ યોગ કોચને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પામેલ યોગ કોચ દ્વારા રાજયમાંથી ૫૦૦૦ થી વધુ યોગ ટ્રેનરોને તૈયાર કરવામાં આવ્યા છે જે પૈકી પંચમહાલ જિલ્લાના ૬ યોગ કોચ દ્વારા ૧૪ યોગ ટ્રેનરોને તાલીમ પ્રદાન કરવામાં આવી હતી જે અંતર્ગત જિલ્લાના યોગ કોચ અને ટ્રેનરોને પંચમહાલ કલેકટર કચેરી ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીરૂપાણીએ સર્વેને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એલ.બી. બાંભણિયા, જિલ્લા રમત-ગમત અધિકારી પ્રકાશ કલાસવા ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ખોડલધામ : નરેશ પટેલે રાજીનામું પરત ખેંચ્યાની ચર્ચા

aapnugujarat

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 8 એપ્રિલે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું

aapnugujarat

૬૮ ગામોને ઔડામાં ભેળવવા માટેના નિર્ણયનો થયેલો વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1