Aapnu Gujarat
ગુજરાત

મોજીદડ ખાતે પ્રા.શાળાના આચાર્યની ઘોર બેદરકારી

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

મોજીદડ પ્રાથમિક કુમાર શાળા ના આચાર્યનાં મિસ મેનેજમેન્ટ ના કારણે હાલમાં ધોરણ-૩માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ-૧ અને ધોરણ-૨ એમ બે વર્ષની શિષ્યવૃતિ મળેલ નથી જેથી વાલીઓમાં ભારે વિરોધનો વંટોળ ઉમટી પડયો છે.
ત્યારે શાળાનાં આચાર્ય દ્વારા સ્વચ્છતા પણ એક મજાક હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સ્વચ્છતા ના નામે માત્ર કાગળ પર કામ થઇ રહ્યું હોય એવું સામે આવી રહ્યું છે શાળાની આજુબાજુ માં મોટા મોટા ઉકરડાનાં ઢગલાઓ ના દ્રશ્યો પણ દેખાયા છે તેમજ ટ્રેકટરની ટોલીઓ પણ અહીં જ મૂકવાથી ગંદકી થવાની શક્યતાઓ વધી જતી હોય છે. પણ પોતાની જવાબદારીમાંથી છટકી આચાર્ય દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી વિદ્યાર્થીઓના આરોગ્યની સાથે ચેડા થઇ રહયાં હોય તેમ સામે આવી રહ્યું છે.
હાલમાં જ્યારે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અનેક સરકારી કચેરીઓ તેમજ શાળાઓમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પણ પ્રશ્ન એ ઉઠે છે કે મોજીદડ પ્રાથમિક કુમાર શાળા માં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ત્યારે સફાઇ હાથ ધરવામાં આવશે. તે એક મોટો જટિલ પ્રશ્ન છે શાળાના આચાર્ય દ્વારા જો નિયમિત રીતે સફાઈ પર ભાર મૂકી સ્વચ્છતા કરવામાં આવે તો શાળાના વિદ્યાર્થીઓમાં પણ સ્વચ્છતા રાખવાનાં ગુણોનો સંચાર થશે. અને પોતે ભવિષ્યમાં સ્વચ્છતા પર પાર મૂકી બીજાને પણ પ્રેરિત કરી શકશે.
શાળામાં નવી મુતરડીનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે તે કામ ગોકળગતિએ ચાલી રહ્યું હોય ક્યારે પૂરું થશે તે એક પણ જટીલ પ્રશ્ન છે હાલ તો શાળાના આચાર્ય દ્વારા અનેક બેદરકારીભર્યા કાર્યો ચાલી રહ્યા છે.
પરંતુ જો શાળાના આચાર્ય દ્વારા જ ઘોર બેદરકારી દાખવવામાં આવશે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અંધકારમય બની જશે.
શાળાના આચાર્ય દ્વારા મધ્યાન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મળતી કુકિંગ પોસ્ટ ની રકમ પણ દોઢ વર્ષથી વિદ્યાર્થીઓના ખાતામાં જમા થઈ નથી તો આવું બધું ક્યાં સુધી ચાલશે તે એક વાલીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે
હવે જોવાનું એ રહ્યું કે શાળાના આચાર્યની આવી બેદરકારી સામે તંત્ર શું પગલાં લે છે કે પછી તંત્ર પણ આચાર્ય ની જેમ ઘોર નિંદ્રામાં સુતું જ રહેશે..

Related posts

પ્રવાસીઓને આકર્ષવા સૌથપ્રથમ વખત આયોજીતઃ સુવાલી બીચના તટે ૧લીએ બીચ ફેસ્ટિવલને પ્રવાસન મંત્રીના હસ્તે ખુલ્લો મૂકશે

aapnugujarat

ગુજરાતમાં પણ આત્મઘાતી હુમલાના ભય વચ્ચે એલર્ટ

aapnugujarat

સુરતનાં ઈસ્કોન મંદિરની રથયાત્રામાં ૧૦ ટન પ્રસાદનું વિતરણ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1