Aapnu Gujarat
ગુજરાત

પ્રવાસીઓને આકર્ષવા સૌથપ્રથમ વખત આયોજીતઃ સુવાલી બીચના તટે ૧લીએ બીચ ફેસ્ટિવલને પ્રવાસન મંત્રીના હસ્તે ખુલ્લો મૂકશે

પ્રવાસનક્ષેત્રને વેગ આપવા માટે સૂરત જિલ્લાના સુવાલી બિચના સમુદ્રતટે સૌ પ્રથવાર તા.૧લી ઓકટોમ્બરથી ૩૧મી ઓકટોમ્બર સુધી બીચ ફેસ્ટીવલ યોજાશે. વન, આદિજાતિ, પ્રવાસન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા દ્વારા તા.૧/૧૦/૨૦૧૭ના રોજ સાંજે ૫.૦૦ વાગે  સુવાલી બીચ ખાતે ફેસ્ટીવલને ખુલ્લો મૂકાશે. આ વેળાએ સાંસદશ્રી સી.આર.પાટીલ, ધારાસભ્યશ્રીમતિ ઝંખનાબેન પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતી અમિતાબેન પટેલ, જુનાગામના સરપંચશ્રી બિપીનભાઈ પટેલ, સુવાલીના સરપંશ્રીમતી નયનાબેન પટેલ ઉપસ્થિત રહેશે.

ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે બીચ ચોપાટી સુવાલી ખાતે ફેસ્ટીવલનુ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકામ જેવી હરીફાઈઓ, જયારે  બીચ વોલીબોલ, રોપ કલાઈમ્બિગ, ઝોબિગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ, બીમ બેલેન્સીગ, ઉટસવારી જેવી સાહસિક પ્રવૃત્તિઓ યોજાશે.

Related posts

अहमदाबाद जिला शिक्षा अधिकारी का तुगलकी फरमान

editor

અમદાવાદમાં કૌટુંબિક સગાએ બ્લેકમેઇલ કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું

aapnugujarat

મહા શિવરાત્રિ પર્વે મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે રેવડીયા મહાદેવના કર્યા દર્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1