Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં કૌટુંબિક સગાએ બ્લેકમેઇલ કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું

અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં કૌટુંબિક સગાએ એકલતાનો લાભ ઉઠાવી મહિલાની સાડી ખેંચી વીડિયો બનાવી લીધો અને ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો. એટલું જ નહીં, મહિલાને વડોદરા હોટલમાં લઈ ગયો અને ત્યાં પણ તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધતા મહિલાએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી છે.
અમરાઇવાડી વિસ્તારમાં રહેતી મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, ૧૫ વર્ષથી તેમના મકાનમાં ભાડે રહેતા અને કુટુંબમાં સગા થતો યુવક તેમના ઘર સાથે પારિવારિક સંબંધ હોવાથી અમારા ઘરે આવતો જતો હતો. ૭ એપ્રિલ ૨૦૨૨ના સવારના સાત એક વાગ્યાની આસપાસ જ્યારે મહિલાનો પતિ અને દિયર નોકરી ધંધા પર ગયા હતા અને બાળકો સુઇ રહ્યા હતાં ત્યારે મહિલા મકાનમાં ઘરકામ કરવા અર્થે ઉપરના રૂમમાં ગઈ હતી.
આ દરમિયાન આરોપી ત્યાં આવી પહોંચ્યો હતો અને રૂમનો દરવાજો બંધ કરી મહિલાનો મોઢું દબાવી દીધેલ તેમજ તેની સાડી ખેંચીને કાઢી નાખેલ અને તેના મોબાઇલમાં વીડિયો બનાવી દીધો હતો.
બાદમાં આરોપીએ ધમકી આપી હતી કે, જો તું મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો વીડિયો વાયરલ કરી દેશે અને તેની બદનામી કરી દેશે આમ તેને તેની સાથે જબરજસ્તી કરી હતી.
આરોપી અવારનવાર મહિલાને બ્લેકમેલિંગ કરીને તેની સાથે તેના ઘરની અંદર જ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં એક દિવસ તેણે કહ્યું હતું કે તારે મારી સાથે એક રાત માટે હોટલમાં આવવું પડશે. જો કે મહિલાએ ના પાડતા આરોપીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલા બદનામીના ડરથી તેની સાથે જતા આરોપી ગાડીમાં વડોદરાની એક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ બનાવની જાણ મહિલાએ તેના પરિવારજનોને કરતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો અને પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ડભોઇ ખાતે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે

editor

BRTS કોરિડોરના કામમાં લાખોની ગેરરીતિની આશંકા

aapnugujarat

बुलेट ट्रेन : शिंजो अबेे सितंबर में अहमदाबाद आ सकते हैं

aapnugujarat
UA-96247877-1