Aapnu Gujarat
ગુજરાત

લીંબડી ખાતે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા હાઇટ હન્ટનું આયોજન

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર–લીંબડીના સિનિયર કોચશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર તાબા હેઠળના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-લીંબડી કચેરી દ્વારા વોલીબોલ રમતની લીંબડી ખાતે સ્વામી વિવેકાનંદ સી.ઓ.ઈ. નિવાસી એકેડમી શરૂ કરવામાં આવનાર છે. જે અન્વયે વોલીબોલ એકેડમીમાં અંડર-૧૭ ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં અસાધારણ ઊંચાઈ ધરાવતા ભાઈઓ-બહેનોને વોલીબોલ રમતની એકેડમીમાં સમાવવા માટે હાઈટ-હન્ટનું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત ૧૩ વર્ષની વય ધરાવતા ભાઈઓ માટે ૧૭૩+ અને બહેનો માટે ૧૬૬+ ઊંચાઈ, ૧૪ વર્ષની વય ધરાવતા ભાઈઓ માટે ૧૭૯+ અને બહેનો માટે ૧૭૧+ ઊંચાઈ, ૧૫ વર્ષની વય ધરાવતા ભાઈઓ માટે ૧૮૪+ અને બહેનો માટે ૧૭૩+ ઊંચાઈ, ૧૬ વર્ષની વય ધરાવતા ભાઈઓ માટે ૧૮૭+ અને બહેનો માટે ૧૭૫+ ઊંચાઈ મુજબના રસ ધરાવતા ખેલાડી ભાઈઓ-બહેનોએ આગામી તારીખ ૩૦ મી ઓકટોબર-૨૦૨૧ ના રોજ સવારે ૯.૦૦ કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પોલીસ સ્ટેશનની બાજુમાં, લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર ખાતે હાજર રહેવા વધુમાં જણાવાયું છે.

Related posts

નરોડા પાટિયા : રાજકુમાર સહિત ત્રણને દસ વર્ષની કેદ

aapnugujarat

સ્વાઈન ફ્લુથી ગુજરાતમાં ૨૦૧૮માં છ દર્દીનાં મોત થયા

aapnugujarat

તિલકવાડાની દેવલિયા ચોકડી પર અકસ્માત : એકનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1