Aapnu Gujarat
ગુજરાત

તિલકવાડાની દેવલિયા ચોકડી પર અકસ્માત : એકનું મોત

નર્મદા જિલ્લાના તિલકવાડાની દેવલિયા ચોકડી પર ટ્રકે બાઇકને ટક્કર મારતા પરિવાર સાથે જઈ રહેલા વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને પત્નીને ગંભીર ઈજા પહોંચતા વડોદરા લઈ જવામાં આવ્યા હતાં. અકસ્માતમાં બાળકીનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના થડ ગામના મથુર ગોરધનભાઈ રાઠવા તેમની મોટરસાઈકલ પર પત્ની કોકિલાબેન અને પુત્રી રિદ્ધિ સાથે તિલકવાડા ખાતે શોરૂમ પર બાઈકનો હપ્તો ભરવા આવ્યા બાદ પરત ફરતા હતા એ દરમિયાન દેવલિયા ચોકડી પર પસાર થતા તેમની મોટરસાયકલ સાથે હાઈવા ટ્રક નં. GJ -06-AZ-360નો અકસ્માત સર્જાયો હતો જેમાં મથુરભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પત્ની કોકીલાબેનને પણ માથામાં ગંભીર ઇજા થતાં તેમને પણ તાત્કાલિક વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતાં.
અકસ્માત કરી ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો. આ બાબતે મરનાર મથુરભાઈના ભાઈ કનુ રાઠવાએ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

રાજ્ય મ્યુકોરમાઈકોસિસના ભરડામાં

editor

સાણંદમાં પત્ની બોયફ્રેન્ડને મળવા પહોંચી, પતિએ કરી પ્રેમીની હત્યા

aapnugujarat

રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા શરૂ

editor

Leave a Comment

UA-96247877-1