Aapnu Gujarat
ગુજરાત

અલ્પેશ કથીરિયાના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા

ગુજરાત હાઈકોર્ટેમાં અલ્પેશ કથીરિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા રાજદ્રોહ કેસમાં હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા. અલ્પેશ કથીરિયા ૩ મહિનાથી રાજદ્રોહના કેસમાં જેલમાં હતો. તેની સાથે ૧૨ આરોપીને અગાઉ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા.
એડવોકેટ જનરલે રાજદ્રોહ જેવા ગુનામાં જામીન ના આપવા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં અલ્પેશ કથીરિયાના એડવોકેટ બાબુ માંગુકિયા અને બેલા પ્રજાપતિએ કોર્ટ સમક્ષ અનેક દલીલો કરી હતી અને જામીનની માગણી કરી હતી.અલ્પેશ કથીરિયાને જાે આજે ૪ વાગ્યા સુધીમાં જામીન ઓર્ડર મળશે તો તે આવતીકાલે જેલ બહાર આવશે. જાે જામીન ઓર્ડર ૪ વાગ્યા પહેલાં નહીં મળે તો અલ્પેશ કથીરિયા ૧૫ જુલાઈએ જેલ બહાર આવશે.અલ્પેશ જેલ બહાર આવ્યા બાદ સુરતમાં રાજકીય માહોલ ગરમાશે. હાલ મોટા ભાગના પાસના કાર્યકરો આમઆદમી પાર્ટીમાં જાેડાઈ ચૂક્યા છે. હવે અલ્પેશ કથીરિયા આપમાં જશે કે તેને બહારથી જ સમર્થન આપશે એ અંગે જાેરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વરછાના પાટીદારોમાં પણ અલ્પેશની જેલ મુક્તિને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.નોંધનીય છે કે ૨૧મીના ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વેલંજામાં પાસના આગેવાન અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં ૫૦થી ૬૦ બાઇક અને કારમાં આવેલા ૧૫૦થી ૨૦૦ માણસોનું બીટીપીના કાર્યકરે વીડિયો ઉતારતા પાસના કાર્યકરોએ મારુતિ વાનમાં બેઠેલા બીટીપીના કાર્યકરોને જાતિવિષયક ગાળો આપી લાકડાના ફટકા અને પથ્થરથી માર માર્યો હતો. એ સાથે જ ૩૦૦૦ રૂપિયાની લૂંટ કરી મારૂતિ વાનના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મામલો કામરેજ પોલીસ મથકે પહોંચતાં અલ્પેશ કથીરિયા અને અન્યો સામે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટના અંગે જે-તે સમયે બી.ટી.એસ. કાર્યકરો પૈકી જેકીન સુમન વસાવાએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે પાસના અલ્પેશ કથીરિયા સહિત ૧૫૦થી ૨૦૦ના ટોળા વિરુદ્ધ ધાડ, રાયોટિંગ અને એટ્રોસિટીનો ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણની તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. ભાર્ગવ પંડ્યા કરી રહ્યા હતા, જેમાં પોલીસે પાસ આગેવાન અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી.

Related posts

રંગીન વડોદરા : ધો.૨નાં વિદ્યાર્થીએ ‘લવ લેટર’ લખ્યો

aapnugujarat

હિંમતનગર સર્કિટ હાઉસમાં સીઆર પાટીલના પ્રવાસ પૂર્વે મિટિંગ યોજાઈ

editor

અલ્પેશ ઠાકોરનું આખરે કોંગીમાંથી રાજીનામું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1