Aapnu Gujarat
ગુજરાત

રંગીન વડોદરા : ધો.૨નાં વિદ્યાર્થીએ ‘લવ લેટર’ લખ્યો

વડોદરામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના અવાર નવાર સામે આવતી રહે છે. ત્યારે ફરી એક વખત શિક્ષણ જગતને હચમચાવી નાખે તેવો કિસ્સો સંસ્કારીનગરી વડોદરામાં બન્યો છ જે વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો ગણવામાં આવે છે. વિદ્યાના મંદિરમાં લવ પાઠ ભણાવતા હોવાનો આક્ષેપ વાલીઓએ સ્કૂલ સંચાલકને કરી છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાની ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં હાલ વિવાદ સર્જાયો છે. સંસ્કારીનગરી વડોદરામાં વિદ્યાની દેવીના ઘરમાં લવ પાઠ ભણાવતા હોવાનો આક્ષેપ થયો છે. અહીં એક બીજા ધોરણનો વિદ્યાર્થી જેને પ્રેમ શું છે તેની કંઈ ખબર પડતી નથી, તેને આજે તેના જ ક્લાસમાં ભણતી એક વિદ્યાર્થીનીને લવ લેટર લખ્યો હતો. આ ઘટનાથી તેના પરિવારજનો ડઘાઈ ગયા હતા. આ ઘટનાની જાણ વાલીઓને થતા સ્કૂલ સંચાલકને રજૂઆત કરાઈ હતી. વાલીઓએ સ્કૂલ સંચાલકોને વિદ્યાના મંદિરમાં લવ પાઠ ભણાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. અને આ ઘટના પાછળ જવાબદાર લોકો વિરુદ્ધ યોગ્ય પગલા ભરવા જણાવ્યું હતું.

Related posts

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અમદાવાદ દ્વારા કર્મચારીઓને પ્રમોશન અને કાયમી ઓર્ડર અપાયા

editor

सरदार सरोवर का जलस्तर १३६ मीटर के पार पहुंच गया

aapnugujarat

રાજીનામું આપવા ધાનાણી અને પ્રમુખ ચાવડાએ દર્શાવી તૈયારી

editor

Leave a Comment

UA-96247877-1