Aapnu Gujarat
રમતગમત

ઝુલન ગોસ્વામી ૬૦૦ વિકેટ પૂરી કરનારા વિશ્વના પ્રથમ મહિલા બોલર

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની ત્રીજી વન-ડેમાં ઇતિહાસ રચી દીધો છે. ઝુલન ગૌસ્વામીએ ૬૦૦ વિકેટ પૂરી કરી વિશ્વની પ્રથમ મહિલા બોલર બની ગઈ છે. સિરીઝની બીજી વન-ડેમાં નો-બોલના કારણે આકરી ટીકાનો સામનો કરનારી ઝુલને ત્રીજી મેચમાં મોટા રેકોર્ડને પોતાના નામે કરી લીધો છે. ઝુલને ઓસ્ટ્રેલિયાની ઇનિંગની નવમી ઓવરમાં એકસાથે બે વિકેટ ઝડપી હતી અને સામે એક પણ રન આપ્યો ન હતો. આ ઓવરના પહેલા બોલે ઝુલને ઓપનર રાશેલ હેંસને શેફાલી વર્માના હાથે કેચ ઝડપાવી દીધો હતો. હેંસ ૨૮ બોલમાં ૧૩ રન બનાવીને આઉટ થઇ હતી. તે પછી પાંચમા બોલે ઝુલને મેગ લેનિંગને રિચા ઘોષના હાથમાં કેચ પકડાવી દીધો હતો. લેનિંગ ખાતંુ પણ ખોલાવી શકી ન હતી. ૩૮ વર્ષની ઝુલને હેંસને પોતાનો ૬૦૦મો શિકાર બનાવી હતી. લેનિંગના રૃપમાં ઝુલને ૬૦૧મો શિકાર લીધો હતો. આ મેચ પહેલાં ઝુલનના નામે ૧૯૧ વન-ડેમાં ૨૩૭ વિકેટ નોંધાયેલી હતી જ્યારે ૧૧ ટેસ્ટમાં તેણે ૪૧ વિકેટ ઝડપી હતી જ્યારે ૬૮ ટી૨૦ મેચમાં ૫૬ વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત ઝુલને ઘરઆંગણાના ક્રિકેટમાં ૨૬૪ વિકેટ નોંધાવી છે. આમ આ મેચ પહેલાં તેના નામે કુલ ૫૯૮ વિકેટ હતી અને આ વન-ડેમાં ત્રણ વિકેટ સાથે આંકડો ૬૦૧ વિકેટ પર પહોંચાડયો હતો

Related posts

સ્ટોક્સનો ત્રીજી ટેસ્ટમાં સમાવેશ

aapnugujarat

मैंने मुख्य कोच के पद के लिए आवेदन नहीं किया : मिस्बाह

aapnugujarat

बीडब्ल्यूएफ विश्व टूर फाइनल्स में सिंधु को सीधा प्रवेश नहीं

editor

Leave a Comment

UA-96247877-1